Gupt Navratri 2025

Gupt Navratri 2025: આવતીકાલથી માઘ મહિનાની ગુપ્ત નવરાત્રીનો થશે પ્રારંભ, જાણો વિશેષ મહત્વ

ધર્મ ડેસ્ક, 28 જાન્યુઆરીઃ Gupt Navratri 2025: નવરાત્રીના દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એક વર્ષમાં કુલ ચાર નવરાત્રીઓ આવે છે. શારદીય અને ચૈત્ર નવરાત્રી ઉપરાંત બે ગુપ્ત નવરાત્રી પણ છે. ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. તેનાથી ભક્તની તમામ પ્રકારની પરેશાનીઓનો અંત આવે છે અને દેવી દુર્ગાની વિશેષ કૃપા વરસે છે.

વૈદિક કેલેન્ડર મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 29 જાન્યુઆરી 2025 ના રોજ સાંજે 6.05 વાગ્યે શરૂ થશે. અને 30 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 4:10 કલાકે સમાપ્ત થશે. જે મુજબ 30મી જાન્યુઆરીને ગુરુવારે ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થશે. ગુપ્ત નવરાત્રી શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થશે.

ગુપ્ત નવરાત્રી દરમિયાન મા દુર્ગાના આ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પ્રથમ દિવસે મા કાલી, બીજા દિવસે મા તારા, ત્રીજો દિવસ મા ત્રિપુરા સુંદરી, ચોથો દિવસ મા ભુવનેશ્વરી, પાંચમો દિવસ મા છિન્નમસ્તિકા, છઠ્ઠો દિવસ મા ત્રિપુરા ભૈરવી, સાતમો દિવસ મા ધૂમાવતી, આઠમો દિવસ મા બગલામુખી, નવમો દિવસ મા માતંગી, દસમો દિવસ મા કમલાની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી, જાણો ક્યા અને ક્યારે પડશે વરસાદ?

આ પણ વાંચોઃ Sanatan Board Demand:સનાતન બોર્ડ દ્વારા મંદિરોને સરકારના કબ્જામાંથી મુક્ત કરાવવાની પણ માંગ કરી, જાણો શું કામ કરશે આ બોર્ડ?