નવી દિલ્હી, 23 જાન્યુઆરીઃ UPSC CSE 2025: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) એ આજે એટલે કે 22 જાન્યુઆરી 2025ના રોજ સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) 2025 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે જ UPSC CSE 2025 માટેની અરજી પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ છે. ઉમેદવારો આ વર્ષનું નોટિફિકેશન, અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન માટે UPSCની અધિકૃત વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. આ ભરતી હેઠળ 979 જગ્યાઓ ભરવામાં આવશે અને અરજી કરવા માંગતા ઉમેદવારો 11 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.
સામાન્ય રીતે UPSC દ્વારા ફેબ્રુઆરી મહિનામાં CSE નોટિફિકેશન જારી કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે કમિશને જાન્યુઆરીમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં જ્યારે UPSC એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) માટે કુલ 1,056 જગ્યાઓ અને ભારતીય વન સેવા (IFoS) માટે 150 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ વખતે ઉમેદવારોએ ચોક્કસ સંખ્યા જાણવા માટે સંસ્થાની અધિકૃત નોટિફિકેશનની રાહ જોવી પડશે. વર્તમાન સમયમાં UPSC CSE 2024 ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી રહી છે, જે એપ્રિલમાં સમાપ્ત થશે.
UPSC CSE-2025 Notification Out
979 posts
Optional Stays
Last Date – 11th FebSerious aspirants, it’s time ✊ pic.twitter.com/5sOhc9BcNr
— Shekhar Dutt (@DuttShekhar) January 22, 2025
UPSC CSE 2025 પ્રિલિમ પરીક્ષા 25 મે 2025ના રોજ યોજાશે. જે ઉમેદવારોને પ્રિલિમ પરીક્ષામાં કટ-ઑફ માર્ક્સ મળશે તેઓ જ મુખ્ય પરીક્ષા માટે પાત્ર બનશે. મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ પ્રકારે રહેશે અને 22 ઑગસ્ટ, 2025થી પાંચ દિવસ માટે લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Elon Musk: અમેરિકાથી ઈટાલી સુધી થઇ રહ્યો છે ઈલોન મસ્કનો વિરોધ, જાણો શું છે કારણ?
અરજી ફી
વર્ષ 2024ની જેમ આ વખતે પણ CSE નોટિફિકેશનમાં મહિલાઓ, SC, ST અને બેન્ચમાર્ક અપંગતા ધરાવતા ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અન્ય તમામ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તેમજ આ ફી સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાની કોઈપણ શાખામાંથી રોકડ, નેટ બૅંકિંગ વિઝા, માસ્ટર, રૂપે કાર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ઓનલાઇન ચૂકવી શકાશે.
આ રીતે અરજી કરોઃ
1. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવારો નીચેના સરળ પગલાં દ્વારા UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2025 માટે ઑનલાઇન અરજી કરી શકશે.
2.UPSCની અધિકૃત વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
3. હોમ પેજ પર UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા 2025 માટે નોંધણી લિંક પર ક્લિક કરો.
4. એક નવું પેજ ખુલશે જ્યાં તમારે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
5. સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો.
6. સાવધાનીપૂર્વક અરજી ફોર્મ ભરીને અરજી ફી ચૂકવો.
7. બધી માહિતી ભર્યા પછી “Submit” બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મ પેજ ડાઉનલોડ કરો.
8. ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

