HMPV Virus Update

HMPV virus update: ગુજરાત સરાકારે HMPV વાઈરસથી બચવા જાહેર કરી એડવાઇઝરી, આરોગ્યમંત્રીએ આપ્યુ મોટું નિવેદન

ગાંધીનગર, 06 જાન્યુઆરીઃ HMPV virus update: ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઈઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) શ્વસન વાઈરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું. આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે RTPCR ટેસ્ટ ફરજીયાત કરાશે.

એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. જ્યાં એચએમપીવી જુનો વાયરસ છે, હાલમાં ફેલાવો વધ્યો છે. એટલે કે પહેલાથી આ વાયરસ મૌજુદ હતો. પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. હાલ તેનું સંક્રમણ ચોક્કસપણે વધ્યું છે. તેવું આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કહે રહ્યા છે. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે તે પણ તેમણે જણાવ્યું છે.

ગુજરાતના અમદાવાદમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. જે પછી HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે HMPV જૂનો વાયરસ છે અને હાલમાં તેનો ફેલાવો વધ્યો છે. તેનાથી ડરવાની જરૂર નથી. હાલ તેનું સંક્રમણ ચોક્કસપણે વધ્યું છે.

આ પણ વાંચોઃ IED Blast: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ કર્યો મોટો હુમલો, નવ જવાન શહીદ થયા- આઠ ઈજાગ્રસ્ત

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આ એચએમપીવી વાયરસ નવો નથી. આ જુનો જ વાયરસ છે,પરંતુ એ હમણાં ચીનમાં તેને ફેલાવો વધ્યો છે. આપણે તેનાથી ડરવાની જરૂર નથી. આ વાયરસમાં કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ માઇલ્ડ લક્ષણો છે. છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઇન આવે એને આપણે ફોલો કરીશું. તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી, ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઉભી કરીશું.

એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યુ કે ઠંડીની ઋતુમાં તેની સક્રિયતા વધી જતી હોય છે. આ વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી. અને આ વાયરસને સંબંધિત કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ હોવાનું પણ તેમણે જણાવ્યું.તેમણે જણાવ્યુ કે રાજ્યની હોસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે. લક્ષણો પ્રમાણેની સારવાર કરવાની રહેશે. ટેસ્ટ માટેની કીટ બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાં પહોંચશે. સાથે જ તેમણે જણાવ્યુ કે ગુજરાત કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરશે.

આ પણ વાંચોઃ OYO Hotel Policy: ઉત્તર પ્રદેશના આ શહેરની હોટલમાં અપરિણીત કપલને ‘No Entry’,લગ્નનો પુરાવો જરૂરી… વાંચો વિગત