નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ IED Blast: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. જેમાં આઈઈડી બ્લાસ્ટમાં નવ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય આઠ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત છે. નક્સલવાદીઓએ કુટરૂ માર્ગમાં સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવ્યો હતો.
Chhattisgarh | Nine people – eight Dantewada DRG jawans and one driver, lost their lives after their vehicle was blown up by naxals through an IED blast, in Bijapur. They were returning after a joint operation of Dantewada, Narayanpur and Bijapur: IG Bastar pic.twitter.com/hqsDHnr8XT
— ANI (@ANI) January 6, 2025
આ પણ વાંચોઃ OYO Hotel Policy: ઉત્તર પ્રદેશના આ શહેરની હોટલમાં અપરિણીત કપલને ‘No Entry’,લગ્નનો પુરાવો જરૂરી… વાંચો વિગત
સુરક્ષાદળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન પતાવી પરત ફરી રહ્યા હતા. બપોરે 2.15 વાગ્યે કુટરૂ પોલીસ સ્ટેશનના અંબેલી ગામ નજીક નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી સુરક્ષાદળનું વાહન ઉડાવી દીધુ હતું. IG બસ્તર અનુસાર, નક્સલવાદીઓએ બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટમાં આઠ ડીઆરજી જવાન અને એક ડ્રાઈવર સહિત નવ જવાન શહીદ થયા છે.
છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અથડામણ ચાલી રહી છે. ગઈકાલે અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદીઓ ઠાર થયા હતાં. તેમના શબ જપ્ત કરવામાં આવ્યા હતાં. આ અથડામણમાં સુરક્ષા દળોએ એકે-47 અને એસએલઆર સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા હતાં.
આ પણ વાંચોઃ HMPV Case in India: ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ભારતમાં ત્રણ કેસ, ગુજરાતમાં પણ એક કેસ નોંધાયો- વાંચો વિગત

