OYO Hotel Policy

OYO Hotel Policy: ઉત્તર પ્રદેશના આ શહેરની હોટલમાં અપરિણીત કપલને ‘No Entry’,લગ્નનો પુરાવો જરૂરી… વાંચો વિગત

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ OYO Hotel Policy: હોટલ બુકિંગ પ્લેટફોર્મ OYOમાં હવે અપરિણિત કપલ ચેક-ઈન કરી શકશે નહીં. OYOએ પોતાની ચેક-ઈન પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે કે, હવે OYO હેઠળ હોટલ બુક કરાવતા કપલે ચેક-ઈન માટે પોતાના સંબંધનો પુરાવો આપવો પડશે. આ પોલિસી ઓનલાઈન બુકિંગ કરનારા લોકો પણ લાગુ થશે. વધુમાં અપરિણિત કપલને એન્ટ્રી ન આપવી કે નહીં તે અંગેનો નિર્ણય હોટલ લેશે.

OYOએ ઉત્તર પ્રદેશના મેરઠમાં આ નિયમ લાગુ કર્યો છે. મેરઠમાં ટ્રાયલ બાદ દેશના અન્ય હિસ્સામાં પણ નવો નિયમ લાગુ કરવામાં આવશે. દેશભરમાં 10 હજારથી વધુ હોટલ્સ OYO સાથે જોડાણ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, મેરઠમાં OYO વિરૂદ્ધ સતત પ્રદર્શનો થઈ રહ્યા હતા. આ હોટલમાં અનેકવાર દરોડા પણ થયા હતા. સ્થાનિક લોકો અને સામાજિક સમુદાયોએ કંપની સમક્ષ અપરિણિત કપલને OYO હોટલમાં ચેક-ઈનની મંજૂરી ન આપવાની માગ કરી હતી. આ માંગનો સ્વીકાર કરતાં OYOએ પોતાની પોલિસીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ HMPV Case in India: ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ભારતમાં ત્રણ કેસ, ગુજરાતમાં પણ એક કેસ નોંધાયો- વાંચો વિગત

કંપનીએ નવી પોલિસીમાં સ્પષ્ટતા કરી હતી કે, OYOની પાર્ટનર હોટલ પોતે સામાજિક સંવેદનશીલતા સાથે તાલમેલ બેસાડતાં અપરિણિત કપલને ચેકઈન કરવાનો ઈનકાર કરી શકે છે.

નોંધનીય છે કે, 2013માં રિતેશ અગ્રવાલે સસ્તા દરે હોટલ બુકિંગ કરવાની સુવિધા આપતું પ્લેટફોર્મ OYOની શરૂઆત કરી હતી. હોટલનો બિઝનેસ થોડા જ વર્ષોમાં બે ગણો વધ્યો હતો. 30થી વધુ દેશોમાં હોટલ અને હોમ સ્ટે સર્વિસ ઉપલબ્ધ કરાવનારી OYO સાથે 1.50 લાખથી વધુ હોટલ જોડાયેલી છે. કંપની ઈન્ડોનેશિયા, મલેશિયા, ડેનમાર્ક, અમેરિકા, બ્રિટન, નેધરલેન્ડ, જાપાન, મેક્સિકો, અને બ્રાઝિલ જેવા દેશોમાં બિઝનેસ ધરાવે છે.

આ પણ વાંચોઃ Sonu Marriage:તારક મહેતાની સોનુ લગ્નના બંધનમાં બંધાઈ, દુલ્હનના લુકમાં અભિનેત્રી જોઇ ફેન્સ આપી રહ્યા છે શુભેચ્છા- જુઓ વીડિયો