ગાંધીનગર, 1 જાન્યુઆરી : Banaskantha was divided: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવ નામનો નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. રાજ્યની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેની હવે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં નવા જિલ્લા અને નવી મહાનગરપાલિકાઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે જનહિતકારી ગુડ ગવર્નન્સની દિશામાં ખૂબ અગત્યનો બની રહેશે.
જે અંતર્ગત, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ-થરાદ જિલ્લાની રચના કરવાનો નિર્ણય કર્યો છે. નાગરિકોને…
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2025
આ પણ વાંચોઃ Gold Silver Price: નવા વર્ષના પ્રથમ દિવસે સોનું-ચાંદી થયુ સસ્તુ, જાણો આજનો ભાવ
હાલ બનાસકાંઠા જિલ્લામાં કુલ 13 તાલુકાઓ આવેલા છે અને તેનું વડુમથક પાલનપુર છે. જેમાંથી હવે નવા જિલ્લો રચાતા 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવ, સુઈગામ, થરાદ, દિયોદર, ભાભર, કાંકરેજનો સમાવેશ થશે. જ્યારે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા, ધાનેરા અને વડગામ હાલના જિલ્લામાં જ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા આજે બનાસકાંઠામાંથી થરાદ-વાવ અલગ જિલ્લો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ નિર્ણય શા માટે લેવાયો છે? ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, જૂનો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું.
આ પણ વાંચોઃ Digital Meters:નિયમ લાગુ! આજથી અમદાવાદની રિક્ષાઓમાં ડિજિટલ મીટર ફરજિયાત, નહીં તો થશે મોટી કાર્યવાહી

