Gold Silver Price

Gold Silver Price: નવા વર્ષના પ્રથમ દિવસે સોનું-ચાંદી થયુ સસ્તુ, જાણો આજનો ભાવ

બિઝનેસ ડેસ્ક, ૧ જાન્યુઆરી: Gold Silver Price: આજે વર્ષના પ્રથમ દિવસે સોનાના ભાવમાં થોડી રાહત મળી છે. 1 જાન્યુઆરી 2025ના રોજ સોનાની કિંમત 450 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. ગઈકાલે, મંગળવાર, 31 ડિસેમ્બર, 2024ની સરખામણીએ બુધવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 77,600 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાની કિંમત 71,200 રૂપિયાની આસપાસ છે. દેશમાં એક કિલો ચાંદીની કિંમત 90,500 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.92,500 હતો. નવા વર્ષના દિવસે ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 2,000નો ઘટાડો થયો હતો.

આ પણ વાંચોઃ Digital Meters:નિયમ લાગુ! આજથી અમદાવાદની રિક્ષાઓમાં ડિજિટલ મીટર ફરજિયાત, નહીં તો થશે મોટી કાર્યવાહી

જો તમે પણ સોના-ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. આ ટ્રેડીંગ દિવસોમાં હાલ તે ભાવમા ગરમાઈ જોવા મળી છે. જ્યારે આજના ટ્રેડીંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો અને ચાંદી ના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે સોનું 460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 77,600 રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે મંગળવારે સોનાનો ભાવ 180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 78,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આ પણ વાંચોઃ Weather Forecast: નવા વર્ષના પહેલા ત્રણ દિવસ ગુજરાતમાં ઠંડી ઘટશે, હવામાન વિભાગે કરી આગાહી