Thol Sarovar Nal Sarovar

Gujarat: ગુજરાતના વધુ બે પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે સરકારે 50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 31 ડિસેમ્બરઃ Gujarat: ગુજરાત સરકારે રાજ્યના પ્રવાસન સ્થળોને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં સરકાર દ્વારા પક્ષી અભયારણ્ય થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 25-25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. દેશ-વિદેશમાંથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ થોળ અને નળ સરોવર ખાતે આવે છે. રાજ્યના વધુ બે પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે આર્કિટેકની નિમણુક કરવામાં આવી છે અને નિર્માણ કાર્ય શરૂ છે.

આ પણ વાંચોઃ No Detention Policy: કેન્દ્ર સરકારે `નો ડિટેન્શન પોલિસી’ ને સમાપ્ત કરવાનો લીધો નિર્ણય, જાણો શું થશે તેની શિક્ષણ પર અસર?

અમદાવાદ જિલ્લાના નળ સરોવર અને મહેસાણા જિલ્લાના થોળ સરોવરના વિકાસના કામને લઈને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના પ્રવાસન સ્થળો થોળ અને નળ સરોવરને વિકસાવવા માટે ગ્રાન્ટ ફાળવાઈ છે અને આર્કિટેકની નિમણુક કરી આયોજન પૂર્વકનું આકર્ષક બાંધકામની કામગીરી શરૂ છે.’

ઉલ્લેખનીય છે કે, મહેસાણાના કડી તાલુકાના થોળ ગામ ખાતે થોળ સરોવર આવેલું છે. શિયાળાની ઋતુ દરમિયાન દેશ-વિદેશમાંથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ થોળ ખાતે આવે છે. જ્યારે અમદાવાદના સાણંદ અને વિરમગામ નજીક આવેલા નળ સરોવર ખાતે પણ દેશ-વિદેશના પક્ષીઓ આવે છે.

આ પણ વાંચોઃ Chinese Kite Strin: ઉત્તરાયણ પહેલા જ સુરતમાં પતંગની દોરીથી યુવકને થઇ ગંભીર ઈજા, ગળાના ભાગે 20 ટાંકા આવ્યા