Raj On Pornography Case

Raj On Pornography Case​: અશ્લીલ વીડિયો મામલે રાજ કુંદ્રાએ ત્રણ વર્ષે ચૂપી તોડી, કહ્યું- મારી પત્નીનું નામના ઉછાળો….જુઓ વીડિયો

બોલિવુડ ડેસ્ક, 17 ડિસેમ્બરઃ Raj On Pornography Case​: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને હાલમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પોર્નોગ્રાફી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ સમન્સ ED દ્વારા રાજ કુન્દ્રા સાથે સંકળાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યાના થોડા દિવસો બાદ મોકલવામાં આવ્યું હતું. આ દરોડા મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે હાથ પાડવામાં આવ્યા હતા, જે પોર્નોગ્રાફી કન્ટેન્ટના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડાયેલા હતા. જુલાઈ 2021માં મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કન્ટેન્ટ બનાવવા અને ડિસ્ટ્રીબ્યુટ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.

જોકે બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. રાજ કુન્દ્રાએ આ આરોપોને ફગાવી દેતાં દાવો કર્યો કે, ‘આ કેસમાં મને ‘બલિનો બકરો’ બનાવવામાં આવ્યો હતો. મારે પોર્નોગ્રાફી સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે આ આરોપો સામે આવ્યા ત્યારે મને ખૂબ દુઃખ થયું. મને જામીન એટલા માટે મળ્યા કારણ કે આ કેસમાં પોલીસ કે EDને કોઈ ઠોસ પુરાવા નહોતા મળ્યા. હું જાણું છું કે મેં કંઈ ખોટું કર્યું નથી.’

આ પણ વાંચોઃ PSI Recruitment 2025: રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ જાહેર- વાંચો વિગત

રાજ કુન્દ્રાએ આગળ કહ્યું કે ‘મારા દ્વારા ચલાવવામાં આવતી એપ્સમાં કોઈપણ પ્રકારની પોર્નોગ્રાફી નથી. હું એપમાં A રેટેડ ફિલ્મો બતાવતો હતો જે જૂના દર્શકો માટે બનાવવામાં આવી હતી, પરંતુ તે પોર્નોગ્રાફી નહોતી. મારું કામ માત્ર ટેક્નિકલ સર્વિસ આપવાનું હતું અને મેં ક્યારેય કોઈ પોર્નોગ્રાફી ફિલ્મમાં કામ કર્યું નથી. રાજ કુન્દ્રાએ આ મામલે પોતાની ભૂમિકાને સંપૂર્ણપણે ટેકનિકલ સેવાઓ પૂરી પાડવા સુધી મર્યાદિત ગણાવી હતી.’

રાજ કુન્દ્રાએ કહ્યું કે, ‘જો કોઈ છોકરી કહે છે કે તેણે મારી સાથે મળીને અથવા મારી કોઈપણ પ્રોડક્ટમાં કામ કર્યું છે, તો મીડિયાએ સાબિત કરવું પડશે કે હું 13 એપ્સનો મુખ્ય વ્યક્તિ છું. હું માત્ર સોફ્ટવેર ટેકનિશિયન તરીકે સામેલ હતો. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021માં મુંબઈ પોલીસે પોર્નોગ્રાફી રેકેટની તપાસ હાથ ધરી હતી. અનેક મહિલાઓએ ફરિયાદ કરી હતી કે, તેમને ફિલ્મો અને વેબ સિરીઝના ઓડિશનના નામ પર વાંધાજનક કન્ટેન્ટ બનાવવા માટે મજબૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Palanpur Girl suicide:પાલનપુરની યુવતીએ વીડિયો બનાવી કરી આત્મહત્યા, પ્રેમીને કહ્યું- મારાથી સારી છોકરી શોધી મેરેજ કરજે