Gujarat Police Recruitment

PSI Recruitment 2025: રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ જાહેર- વાંચો વિગત

ગાંધીનગર, 17 ડિસેમ્બરઃ PSI Recruitment 2025: ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં છે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ Palanpur Girl suicide:પાલનપુરની યુવતીએ વીડિયો બનાવી કરી આત્મહત્યા, પ્રેમીને કહ્યું- મારાથી સારી છોકરી શોધી મેરેજ કરજે

અત્રે ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા આગામી જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજાશે.

આ પણ વાંચોઃ Zakir Hussain: તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરે નિધન, પરિવાર માટે છોડી ગયા કરોડોની સંપત્તિ- વાંચો વિગત