નવી દિલ્હી, 14 ડિસેમ્બરઃ Owaisi attacks Government: હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં બંધારણના 75 વર્ષ પૂરા થવા પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન આજે બંધારણ પર ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપશે.
પીએમ મોદી પહેલા રાહુલ ગાંધીએ લોકસભામાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન AIMIMના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, ‘મુસ્લિમોની મસ્જિદો હવે ખતરામાં છે.’ આ દરમિયાન તેમણે વક્ફ અને મુસ્લિમોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
#WATCH भारत के संविधान को अपनाने की 75वीं वर्षगांठ पर चर्चा के दौरान, AIMIM सांसद असदुद्दीन ओवैसी ने कहा, “अनुच्छेद 26 पढ़ें, यह धार्मिक संप्रदायों को धार्मिक और धर्मार्थ उद्देश्यों के लिए संस्था स्थापित करने और बनाए रखने का अधिकार देता है। प्रधानमंत्री कहते हैं कि वक्फ का… pic.twitter.com/8sf3gpUzzD
— ANI_HindiNews (@AHindinews) December 14, 2024
અસદુદ્દીને લોકસભામાં કહ્યું કે, ‘વડાપ્રધાન કહે છે કે વક્ફનો સંવિધાન સાથે કોઈ સંબંધ નથી. તમે સંવિધાનનો અનુચ્છેદ 26 વાંચી લો. તમે તમારી શક્તિના જોર પર તેને છીનવી લેવા માંગો છો. ઉર્દૂને નાબૂદ કરી દેવામાં આવી. ભાજપનું કલ્ચરલ રીવોલ્યુશન એ હિન્દુત્વ છે.
વધમાં તેમણે જણાવ્યું હતું કે, ‘વક્ફની સંપત્તિ છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમો ચૂંટણી જીતી શકતા નથી. મુસ્લિમ દીકરીઓને હિજાબ પહેરવાથી રોકવામાં આવી રહી છે. મસ્જિદો હવે જોખમમાં છે. અને ગૌરક્ષકો હત્યા કરી રહ્યા છે.’ આ સિવાય તેમણે સચ્ચર સમિતિના અહેવાલને સીમાંકન દરમિયાન ધ્યાનમાં લેવું જોઈએ તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ NEET PG 2025 Exam Date: NEET PG 2025 પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસથી શરૂ થશે રજિસ્ટ્રેશન- વાંચો વિગત

