નવી દિલ્હી, 14 ડિસેમ્બરઃ illegal immigrants from US: અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખ 2024ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જંગી જીત મેળવી હતી. અને હવે તેઓ જાન્યુઆરીમાં રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશે. પરંતુ તે પહેલા જ તેમના દ્વારા લેવામાં આવનાર સંભવિત નિર્ણયો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેમાં એક નિર્ણય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવાનો છે. કારણ કે તેમણે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે તેઓ ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ પર તરત જ કાર્યવાહી કરશે.
આ વાતનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે, હાલમાં એક મીડિયા સંસ્થાના એક્ઝિટ પોલમાં 87 ટકા ટ્રમ્પ સમર્થકોનું માનવું હતું કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને પાછા મોકલવા જોઈએ. આ મુદ્દા પર ચર્ચા એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આ કાર્યવાહીની ભારતીયો પર પણ ઊંડી અસર પડશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ આ કાર્યવાહીને લાગુ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સદીઓ જૂના કાયદાનો સહારો લઈ શકે છે. તે કાયદાનું નામ એલિયન અને સેડીશન એક્ટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદા હેઠળ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચોઃ NEET PG 2025 Exam Date: NEET PG 2025 પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસથી શરૂ થશે રજિસ્ટ્રેશન- વાંચો વિગત
સન 1798ના એલિયન એન્ડ સેડીશન એક્ટ, ખાસ કરીને એલિયન ફ્રેન્ડ્સ એક્ટ અને એલિયન એનિમીઝ એક્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ આપવા માટેની સંબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ કાયદો અમેરિકાની સરકાર દ્વારા સંભવિત વિદેશી ધમકીઓ અને ટીકાઓને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યો હતો.
એલિયન એનિમીઝ એક્ટ લાગુ કરીને ટ્રમ્પ વહીવટીતંત્ર માટે કાયદાકીય પરવાનગી વિના અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સને તરત જ પકડવા, અટકાયતમાં લેવા અને દેશનિકાલ કરવાનું ખૂબ જ સરળ બની શકે છે. કારણ કે આ કાયદો રાષ્ટ્રપ્રમુખોને ઈમિગ્રેશન કોર્ટને બાયપાસ કરવાની મંજૂરી આપે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ દિશામાં ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. અને તેની અસર ભારત પર પણ થશે. મળતી માહિતી અનુસાર 1.45 મિલિયન લોકો પર અમેરિકામાંથી દેશનિકાલ થવાનો ખતરો છે. જેમાં લગભગ 18,000 ભારતીયો પણ હોવાનું કહેવાય છે. નવેમ્બર 2024માં બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, હાલમાં 17940 ભારતીયો નોન-કસ્ટોડિયલ ડોકમાં છે.
આ પણ વાંચોઃ Khyati Hospital Controversy: ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ ફરાર આરોપી રાજશ્રી કોઠારીની કરાઈ ધરપકડ, વાંચો વિગત

