PF Withdraw From ATM

PF withdraw from ATM: હવે તમે PFના રૂપિયા ATM દ્વારા સરળતાથી ઉપાડી શકશો, જાણો ક્યારથી શરુ થશે આ પદ્ધતિ

બિઝનેસ ડેસ્ક, 13 ડિસેમ્બરઃ PF withdraw from ATM: નોકરી કરતા લોકો માટે PFના રૂપિયા ઉપાડવા એ સૌથી મોટો માથાનો દુખાવો હતો. અત્યાર સુધી PFના રૂપિયા ઉપાડવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ, હવે તમે PFના રૂપિયા ATM દ્વારા સરળતાથી ઉપાડી શકશો.

શ્રમ મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ ATM દ્વારા PFના રૂપિયા ઉપાડવાની સુવિધા ક્યારથી શરૂ થશે તેને લઈને મહત્વની માહિતી આપી છે. સચિવ સુમિતા ડાવરાના જણાવ્યા અનુસાર, 2025ની શરૂઆતથી એટલે કે માત્ર એક મહિના પછી, કર્મચારીઓ ATMમાંથી તેમનું પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFમાંથી રૂપિયા ઉપાડી શકશે.

આ પણ વાંચોઃ Ahmedabad Flower Show: આ તારીખથી શરુ થશે ફ્લાવર શો, સાથે એન્ટ્રી ફીમાં પણ થયો વધારો- વાંચો વિગત

ATMમાંથી રૂપિયા માત્ર એવા કિસ્સામાં જ ઉપાડી શકાશે, જે કર્મચારીએ આંશિક ઉપાડ માટે અરજી કરી હોય. હાલમાં કર્મચારીઓ ખાસ સંજોગોમાં જ PFના પૈસા ઉપાડી શકે છે. શ્રમ મંત્રાલયના સચિવના જણાવ્યા અનુસાર, શ્રમ મંત્રાલય ATM મશીનમાંથી PF ઉપાડ માટે EPFO સિસ્ટમને અપડેટ કરી રહ્યું છે, જેના પછી PF ક્લેમ તરત જ કરવામાં આવશે અને કોઈપણ EPFO ધારક સરળતાથી PF ઉપાડી શકશે.

ATMમાંથી PF ઉપાડતા પહેલા તમારે તમારા PF એકાઉન્ટને બેંક ખાતા સાથે લિંક કરવું પડશે. આ પછી ATM દ્વારા PF ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે. EPFO એકાઉન્ટને બેંક ખાતા સાથે લિંક કરવા માટે, તમારે EPFOની સત્તાવાર સાઇટ પર જવું પડશે. જ્યાં તમને EPFO ​​એકાઉન્ટને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાનો વિકલ્પ મળશે.

આ પણ વાંચોઃ World Chess Championship: ભારતીય ગુકેશ બન્યો વર્લ્ડ ચેમ્પિયન, સૌથી યુવા શતરંજનો બાદશાહ બની રચ્યો ઇતિહાસ