Khyati Hospital Controversy

Khyati Hospital Controversy: ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ ફરાર આરોપી રાજશ્રી કોઠારીની કરાઈ ધરપકડ, વાંચો વિગત

અમદાવાદ, 14 ડિસેમ્બરઃ Khyati Hospital Controversy: અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સમયે દર્દીઓના મોત અને એન્જિયોગ્રાફી કરવાના કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી છે.

અત્યાર સુધી આ કેસમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જે વિદેશમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી રાજશ્રી કોઠારી હોસ્પિટલના ડિરેક્ટર અને ભાગીદાર છે.

આ પણ વાંચોઃ PF withdraw from ATM: હવે તમે PFના રૂપિયા ATM દ્વારા સરળતાથી ઉપાડી શકશો, જાણો ક્યારથી શરુ થશે આ પદ્ધતિ

ઉલ્લેખનીય ખ્યાતિકાંડમાં આરોપી રાજશ્રી કોઠારીએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી છે. ગુરૂવારે સુનાવણી દરમિયાન રાજશ્રી કોઠારીના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાજશ્રી કોઠારી નિર્દોષ છે અને આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે, તો જામીન મુક્ત કરવામાં આવે’.

નોંધનીય છે કે, રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલની ડિરેક્ટર છે. આ ઉપરાંત હોસિટલમાં તેમની 3.61 ટકાની ભાગીદારી પણ છે. હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટીંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. પીએમજેએવાય કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad Flower Show: આ તારીખથી શરુ થશે ફ્લાવર શો, સાથે એન્ટ્રી ફીમાં પણ થયો વધારો- વાંચો વિગત