સ્પોર્ટ્સ ડેસ્ક,13 ડિસેમ્બરઃ World Chess Championship: વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં ભારતીય ગ્રેન્ડમાસ્ટર ડી. ગુકેશે ઈતિહાસ રચ્યો છે. ગુકેશ દુનિયાનો સૌથી યુવા વર્લ્ડચેમ્પિયન બન્યો છે. આજે ગુકેશે ચીનના ડિંગ લીરેનને અંતિમ મુકાબલામાં મ્હાત આપી. બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની 13મી બાજીRમાં મેચ ડ્રો થઈ હતી જોકે આજે 14મી બાજીમાં ગુકેશે લીરેનને મ્હાત આપી છે.
View this post on Instagram
આજે 14માં અને છેલ્લા મુકાબલામાં ગુકેશ અને લિરેન વચ્ચે જોરદાર રસાકસી જામી હતી. ખાસ વાત એ છે કે ગયા વર્ષે લિરેને ચેમ્પિયનશીપ જીતી હતી.
આ પણ વાંચોઃ Insulin Inhaler for Diabetes: હવે ડાયાબિટીસના દર્દીઓ ઇન્હેલર મારફતે ઈન્સ્યુલિન લઇ શકશે, વાંચો સંપૂર્ણ વિગત
નોંધનીય છે કે ગુકેશ પહેલા વર્ષ 2012માં વિશ્વનાથન આનંદે વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો. આટલું જ નહીં 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં પણ ગુકેશ સૌથી યુવા ચેમ્પિયન બન્યો હતો.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, ગુકેશનું આખું નામ ડોમારાજૂ ગુકેશ છે, તેનો જન્મ 7 મે 2006ના રોજ ચેન્નઈમાં થયો હતો. સાત વર્ષની ઉંમરથી જ તેણે ચેસ રમવાની શરૂઆત કરી દીધી હતી. વિશ્વનાથન આનંદે તેને કોચિંગ આપ્યું છે.
આ પણ વાંચોઃ Allu Arjun Arrest: પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ, આ મામલે થશે મોટી કાર્યવાહી- વાંચો વિગત

