Vikrant Massey

Vikrant Massey: વિક્રાંત મેસીએ અભિનયમાંથી અચાનક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો, 37 વર્ષની ઉંમરે તે એક્ટિંગને કહ્યુ અલવિદા

બોલિવુડ ડેસ્ક, 02 ડિસેમ્બરઃ Vikrant Massey:તાજેતરમાં જ અભિનેતા ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળ્યો હતો. અગાઉ ’12મી ફેલ’ અને ‘સેક્ટર 36’ જેવી ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે તેની પ્રશંસા કરવામાં આવી હતી.

બોલીવુડ અભિનેતા વિક્રાંત મેસીએ તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તાજેતરમાં જ અભિનેતા ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળ્યો હતો. અગાઉ ’12મી ફેલ’ અને ‘સેક્ટર 36’ જેવી ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે તેની પ્રશંસા કરવામાં આવી હતી. એવી અપેક્ષા હતી કે વિક્રાંત આ સફળતાનો લાભ લેશે અને આગળ વધશે, પરંતુ અભિનેતાએ અચાનક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. 37 વર્ષની ઉંમરે તે એક્ટિંગને અલવિદા કહેવા જઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

આ પણ વાંચોઃ New Chairman OF ICC: જય શાહે ICCના ચેરમેન તરીકે પદભાર સાંભળ્યો, આ સ્થાને પહોંચનાર 5મો ભારતીય બની રચ્યો ઇતિહાસ- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, વિક્રાંતે સોમવારે સવારે અભિનયમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક નોટમાં તેણે લખ્યું, “છેલ્લા કેટલાક વર્ષો અને તે પહેલાનો સમય અદ્ભુત રહ્યો. હું તમારા બધાનો આભાર માનું છું જેમણે મને હંમેશા સાથ આપ્યો છે, પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું તેમ મને અહેસાસ થાય છે કે એક પતિ, પિતા, પુત્ર અને એક અભિનેતા તરીકે પણ, મારી જાતને સાકાર કરવાનો અને ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે.”

અહેવાલો અનુસાર વિક્રાંત હાલમાં બે ફિલ્મો – ‘યાર જિગરી’ અને ‘આંખો કી ગુસ્તાખિયાં’ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મો વિશે વાત કરતા અભિનેતાએ લખ્યું, ” 2025 માં આપણે છેલ્લી વાર મળીશું. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો માટે ફરી એકવાર આભાર.”

આ પણ વાંચોઃ Car Accident: નરોડા-દહેગામ રોડ પર એક શખ્સે નશામાં કાર હંકારી બે યુવકોનો જીવ લીધો, CCTVમાં ઘટના આવી સામે- વાંચો વિગત