Maharashtra Cm

Maharashtra: મહારાષ્ટ્રમાં નવા CMના શપથગ્રહણની તૈયારીઓ શરુ, દેશભરના 22 રાજ્યોના મુખ્યમંત્રી આવશે- વાંચો વિગત

નવી દિલ્હી, 03 ડિસેમ્બરઃ Maharashtra: મહારાષ્ટ્રમાં આગામી 5 ડિસેમ્બરના રોજ આઝાદ મેદાન ખાતે મુખ્યમંત્રીનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 40 હજારથી વધુ ભેગા થવાની શક્યતા છે. જેમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ સાથે કાર્યક્રમમાં દેશભરના 22 રાજ્યોના મુખ્યમંત્રી પણ આવશે.

આ ઉપરાંત, મહારાષ્ટ્રની લાડલી બહેનો, આંગણવાડી કાર્યકરો અને વિવિધ વિસ્તારની મહિલાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગભગ 2,000 VVIP પાસ જારી કરવામાં આવશે અને 13 ખાસ ડિઝાઇન કરાયેલા બ્લોકમાં મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.

આ કાર્યક્રમને સુવિધાજનક બનાવવા માટે ત્રણ સ્ટેજ બનાવાશે. જેમાં એક મુખ્ય સ્ટેજ અને તેની બંને બાજુમાં બે નાના સ્ટેજ તૈયાર કરાશે. આ સાથે વિવિધ ધર્મોના સંતો અને મહંતો માટે અલગ સ્ટેજની વ્યવસ્થા કરાશે. જ્યારે સાંસદો, ધારસભ્યો અને મહાયુતિ કાર્યકર્તાઓ માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Vikrant Massey: વિક્રાંત મેસીએ અભિનયમાંથી અચાનક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો, 37 વર્ષની ઉંમરે તે એક્ટિંગને કહ્યુ અલવિદા

આ પણ વાંચોઃ New Chairman OF ICC: જય શાહે ICCના ચેરમેન તરીકે પદભાર સાંભળ્યો, આ સ્થાને પહોંચનાર 5મો ભારતીય બની રચ્યો ઇતિહાસ- વાંચો વિગત