Champions Trophy

Champions Trophy: ભારતના વિરોધ બાદ ICCનો નિર્ણય, ચેમ્પિયન ટ્રોફી POKમાં નહીં જાય- વાંચો વિગત

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 નવેમ્બરઃ Champions Trophy Reached Pakistan: આગામી વર્ષે પાકિસ્તાનની મેજબાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે. તેને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટૂર્નામેન્ટની ટ્રોફીને પાકિસ્તાન મોકલી દીધી છે. આ ટ્રોફી ગુરુવારે ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. પણ આ દરમ્યાન પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. તે આ ટ્રોફીને લઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (pok) નહીં મોકલી શકે.

આમ જોઈએ તો, પાકિસ્તાન સરકારે પ્લાન બનાવ્યો હતો કે તે આ ટ્રોફીને 16થી 24 નવેમ્બર વચ્ચે આખા પાકિસ્તાનમાં ફેરવશે. તે દુનિયાની સૌથી ઊંચી પહાડી k2 પર પણ લઈ જશે.

આ સાથે જ તેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ત્રણે શહેરો સ્કાર્દુ, મુર્રી અને મુઝફ્ફરાબાદમાં પણ લઈ જવાનો નિર્ણય લીધો હતો. પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વાંધો ઉઠાવ્યા બાદ આઈસીસીએ તેના પર ધ્યાન દોર્યું. સાથે જ પાકિસ્તાનને એ આદેશ આપ્યો કે તે ટ્રોફી હવે પીઓકેમાં લઈ જઈ શકશે નહીં.

આ પણ વાંચોઃ Murder Incident: બોપલમાં વધુ એક હત્યા, લોહીથી લથપથ હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં ટૂરિઝ્મને પ્રમોટ કરવા માટે આ ટ્રોફીને નવી જગ્યાઓ પર લઈ જશે. જે અંતર્ગત આ ટ્રોફી દુનિયાની બીજા નંબરની સૌથી ઉંચી પહાડી પર પણ લઈ જશે.

ચેમ્પિયન્સ ટ્રોફી આગામી વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચે યોજાવાની છે. પણ તેનું શિડ્યૂલ હજુ સુધી આવ્યું નથી. ત્યારે આવા સમયે આઈસીસીના ઈતિહાસમાં આ પહેલી વાર થયું છે કે શિડ્યૂલ જાહેર થતાં પહેલા મેજબાન દેશમાં ટ્રોફી પહોંચી ગઈ છે.

બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી છે. ત્યારે આવા સમયે એવી શક્યતાઓ છે કે આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ અંતર્ગત કરાવામાં આવે. કે પછી આખી ચેમ્પિયંસ ટ્રોફીને પાકિસ્તાનમાંથી શિફ્ટ કરીને બીજા દેશમાં રમાડવામાં આવે.

આ પણ વાંચોઃ Cases of Dengue: ગુજરાતમાં વધ્યા ડેન્ગ્યુના કેસ, રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત નિપજ્યા- વાંચો વિગત