Iraq To Amend Marriage Laws

Iraq to amend marriage laws: આ મુસ્લિમ દેશમાં 9 વર્ષની ઉંમરે લગ્ન માટે કાયદાનો પ્રસ્તાવ મૂકાયો, વાંચો વિગત

નવી દિલ્હી, 13 નવેમ્બરઃ Iraq to amend marriage laws: ઈરાક દેશના લગ્ન કાયદામાં સુધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાકમાં છોકરીઓની લગ્નની ઉંમર 9 વર્ષ કરવામાં આવી છે. આ કાયદાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે અને મહિલા અધિકાર કાર્યકર્તાઓ અને માનવાધિકાર સંગઠનોમાં આક્રોશ પેદા કર્યો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે વિવાદાસ્પદ કાયદો પસાર થયા બાદ અહીં માત્ર 9 વર્ષની ઉંમરમાં જ છોકરીના લગ્ન થઈ શકે છે. એટલે કે પુરૂષો 9 વર્ષની છોકરી સાથે પણ લગ્ન કરી શકે છે. જો આ કાયદો અહીં પસાર થશે તો માત્ર લગ્નની ઉંમર જ નહીં પરંતુ છૂટાછેડા, બાળકોની કસ્ટડી અને સંપત્તિ જેવા મહિલાઓના વિશેષ અધિકારો પર પણ અંકુશમાં આવી જશે.

આ પણ વાંચોઃ Girnar lili parikrama: લીલી પરિક્રમામાં 9 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા, અત્યાર સુધી 6 બાળકો સહિત 43 લોકો ગુમ- વાંચો સંપૂર્ણ વિગત

આ બિલ નાગરિકોને પારિવારિક બાબતોનો નિર્ણય લેવા માટે ધાર્મિક સત્તાવાળાઓ અથવા નાગરિક ન્યાયતંત્રની પસંદગી કરવાની મંજૂરી આપશે. શિયા પક્ષોની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર કહે છે કે સૂચિત સુધારો ઇસ્લામિક શરિયા કાયદાના કડક અર્થઘટનને અનુરૂપ છે. તેનો ઉદ્દેશ્ય છોકરીઓને ‘અનૈતિક સંબંધો’થી બચાવવાના પ્રયાસમાં પ્રસ્તાવિત સુધારો પસાર કરવાનો છે.

9 વર્ષની ઉંમરે લગ્ન બાળ લગ્નના દાયરામાં આવે છે. બાળ લગ્ન એ ગંભીર ગુનો છે અને તે છોકરીઓના શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસને અસર કરે છે. આ કાયદો મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. મહિલાઓને તેમની પસંદગી મુજબ લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ અને તેમને છૂટાછેડા લેવાનો પણ અધિકાર હોવો જોઈએ. ઉપરાંત, આ કાયદો આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ધોરણોનું ઉલ્લંઘન કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બાળ લગ્નના વિરોધમાં છે.

આ પણ વાંચોઃ Rupali Defamation Case: અનુપમા ફેમ રુપાલી ગાંગુલીએ સાવકી દીકરી ઈશા વર્મા વિરુદ્ધ કર્યો 50 કરોડનો માનહાનિનો કેસ- જાણો શું છે મામલો?