Winter Cold

Winter weather: ગુજરાતીઓ ઠંડી માટે થઇ જજો તૈયાર, 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી કકડતી ઠંડી પડવાની આગાહી- વાંચો વિગત

અમદાવાદ, 13 નવેમ્બરઃ Winter weather: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સુકૂં વાતાવરણ રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. અંબલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં વર્તાશે.

આ પણ વાંચોઃ Iraq to amend marriage laws: આ મુસ્લિમ દેશમાં 9 વર્ષની ઉંમરે લગ્ન માટે કાયદાનો પ્રસ્તાવ મૂકાયો, વાંચો વિગત

ઉત્તર ગુજરાતમાં પણ સખત ઠંડી પડે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. તેમજ 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 8થી 10 ડિગ્રી રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ અને એપ્રિલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ વખતે ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ પણ વાંચોઃ Girnar lili parikrama: લીલી પરિક્રમામાં 9 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા, અત્યાર સુધી 6 બાળકો સહિત 43 લોકો ગુમ- વાંચો સંપૂર્ણ વિગત