મનોરંજન ડેસ્ક, 12 નવેમ્બરઃ Rupali Defamation Case: અનુપમા સીરિયલની અભિનેત્રી રુપાલી ગાંગુલીની સાવકી દીકરી ઈશા વર્મા પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઈશાએ આના પર પહેલું રિએક્શન આપ્યું છે. ઈશા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આવી રુપાલી ગાંગુલી અને તેના પિતા અશ્વિન વર્મા પર ગંભીર આરોપ લગાવી રહી હતી.

સોમવારના રોજ રુપાલીએ 50 કરોડ રુપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ઈશાએ હાલમાં આના પર કોઈ નિવેદન આપ્યું નથી. તેમણે પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ પબ્લિકમાંથી પ્રાઈવેટ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રુપાલી ગાંગુલીની સાવકી દીકરી ઈશા વર્માના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. થોડા સમય પહેલા તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને રુપાલી ગાંગુલીની આસપાસ સુરક્ષિત નથી તેવું કહ્યું હતુ.
Esha Verma shares her struggles, expressing that her intent isn’t revenge but to voice her own truth, especially addressing her unresolved pain and standing up to those who hurt her and her mother#Rupaliganguly #Anupamaa #ashwinverma pic.twitter.com/0jXFMgveYV
— 𝑺𝒉𝒘𝒆𝒕𝒂𝒂✮⋆˙ (@shwetahunyar) November 11, 2024
ઇશાના જાહેર દાવાઓએ રૂપાલીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની પ્રતિષ્ઠાને અયોગ્ય રીતે કલંકિત કરી છે એમ કહીને દાવો રૂ. 50 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. ઈશાએ પોતાના વીડિયોમાં રૂપાલીના પુત્ર રુદ્રાંશનો ઉલ્લેખ કરીને માફી પણ માંગી હતી. આથી રૂપાલીએ કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. નોંધનીય છે કે, ઈશા વર્માએ આરોપ લગાવતા કહ્યું કે, અનુપમા અભિનેત્રી રુપા ગાંગુલી ન્યુ જર્સીમાં તેના ઘરે આવતી હતી. મારી માતાને અપશબ્દો પણ કહેતી હતી.

