Not Serve Halal Certified Food Air India

Air India decision: હિન્દુઓ અને શીખોને હલાલ પ્રમાણિત ફૂડ નહીં અપાય, એર ઇન્ડિયાએ જાહેર કર્યો મોટો નિર્ણય- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 12 નવેમ્બરઃ Air India decision: દેશની અગ્રણી એરલાઈન્સ એર ઈન્ડિયાએ છેવટે તમામ પ્રવાસીઓને હલાલ પ્રમાણિત ભોજન નહીં પીરસવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં હિન્દુ અને શીખ પ્રવાસીઓ દ્વારા આ અંગે ઘણા વખતથી માગણી કરવામાં આવી હતી હતી.

એર ઈન્ડિયાના એક ઈન્ટર્નલ સર્ક્યુલરને ટાંકીને સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, એર ઈન્ડિયા હિન્દુઓ તેમજ શીખોને હવેથી “હલાલ” સર્ટિફાઈડ ભોજન નહીં પીરસે.

આ પણ વાંચોઃ Fire in Refinery: ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગતા કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓના મોત, થઇ રહી છે વળતર અને ન્યાનની માંગ

દેશની અગ્રણી એરલાઈન દ્વારા આ અંગેના એક પરિપત્રમાં જણાવ્યા અનુસાર MOML સર્ટિફાઈડ મીલને સ્પેશિયલ કેટેગરીમાં સમાવવાાં આવશે અને હલાલ સર્ટિફિકેટ ધરાવતું ભોજન જેદ્દાહ, દમ્મામ, રિયાધ, મદીના સેક્ટરોમાં પૂરું પાડવામાં આવશે.

એર ઈન્ડિયાના આ નિર્ણયને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ વધાવી લીધો છે. સમાચાર એજન્સી દ્વારા આ અંગે કરવામાં આ અંગેના ટ્વિટમાં અગણિત લોકો રાહત અને આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આવા નિર્ણય માટે એર ઈન્ડિયાનો આભાર પણ માની રહ્યા છે.

આ પણ વાંચોઃ Tulsi Vivah: શા માટે ભગવાન વિષ્ણુએ તુલસી સાથે કર્યા હતા લગ્ન ? જાણો કારણ સાથે તુલસી વિવાહનું મહત્વ