રાજકોટ, 08 નવેમ્બરઃ Jalaram Bapa: રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની આજે આઠમી નવેમ્બરે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો દર્શન માટે પધાર્યા છે. જેમાં સ્થાનિકો દ્વારા ધજા, પતાકા સહિત લગાવીને વીરપુર ધામને દુલ્હનની માફક શણગારવા શણગાર્યું છે, ત્યારે ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે.
ગત મોડી રાતથી જલારામ બાપા દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગે વીરપુર ગામની શોભા વધારવા માટે વીરપુરના વેપારીઓ સહિત અલગ-અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જય જલારામના નાદથી વીરપુર ગુંજી ઉઠ્યું છે. ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ વીરપુર ખાતે દેશવિદેશમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો ઉમટી પડ્યા છે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે વીરપુર સુધી પદયાત્રા કરે છે, આ સાથે અન્ય રાજ્યામાંથી પણ સંઘો અને પદયાત્રીઓએ વીરપુર આવવા માટે પ્રયાણ કર્યું છે. બાપાની જન્મજયંતિની ઉજવણીની વ્યવસ્થામાં 300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે.
જામનગર શહેરની ભાગોળે આવેલા હાપા સ્થિત જલારામ મંદિરમાં આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને જલારામ મંદિરને પ્રજાપતિ શણગારીને મહા આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ વખતે પણ જલારામ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવાના ભાગે 7 ફૂટબાય 7 ફૂટનો વિશાળ કદનો વિશ્વ વિક્રમી રોટલો તૈયાર કરવામાં આવ્યો હતો, અને પૂજ્ય જલારામ બાપાને સૌપ્રથમ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં આજે ગુરૂવારના રોજ જલારામજયંતિની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજે બાપાના ભક્તે ગૌમાતા માટે ભંડારાનું આયોજન કર્યુ હતુ અને ગાયોને 2001 કિલો ફળોનો ભોગ ધરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જયંતી નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા જલારામ મંદિરોમાં મહા આરતી, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કારેલીબાગ સુભાનપુરા, ઇલોરા પાર્ક અને માંજલપુર સહિત હરણી સમા ખાતેના મંદિરોમાં અન્ય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઇલોરા પાર્ક ખાતે લોહાણા સમાજ દ્વારા પાદુકા પૂજન, સાંજે મહા આરતી સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ મંદિરો ખાતે એક લાખથી વધુ જલારામ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે.
આ પણ વાંચોઃ Simsa Mata Mandir: એવુ અનોખું માતાજીનું મંદિર, જ્યાં પ્રટાંગણ પર ઊંઘતા જ નિસંતાન મહિલા થઈ જાય છે પ્રેગ્નન્ટ…

