Nitin Chauhan

Nitin Chauhan die: 35 વર્ષની વયે ટીવી એક્ટર નીતિન ચૌહાણનું આકસ્મિક નિધન, આત્મહત્યા કરી હોવાનું આવ્યું સામે- વાંચો વિગત

મનોરંજન ડેસ્ક, 08 નવેમ્બરઃ Nitin Chauhan die: 35 વર્ષના લોકપ્રિય ટીવી અભિનેતા નીતિન ચૌહાણનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. નીતિને ઘણા ટીવી શોમાં શાનદાર અભિનય કર્યો હતો. નીતિનના આકસ્મિક નિધનથી તેના તમામ ચાહકો દુખી છે. યુપીના અલીગઢના રહેવાસી શો ‘દાદાગીરી 2’ ઉપરાંત સ્પ્લિટ્સવિલાની સીઝન 5 પણ જીત્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પણ વાંચોઃ Jalaram Bapa: આજે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી, દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો દર્શન માટે પધાર્યા

ટીવી શો ‘તેરા યાર હું મેં’ ફેમ નીતિન ચૌહાણની અચાનક વિદાયથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. નીતિનના નજીકના મિત્ર કુલદીપે જણાવ્યું હતું કે, ‘મને આજે સવારે (7 નવેમ્બર) ખબર પડી જ્યારે નીતિનના પિતા અને બહેને મને ફોન કરીને કહ્યું કે નીતિનનું નિધન થઈ ગયું છે. તેણે જણાવ્યું કે મૃત્યુનું કારણ આત્મહત્યા છે. અમે એટલા જ આઘાતમાં છીએ કારણ કે તેઓ આવતા મહિને દિલ્હી આવવાના હતા. અમે ખાટુ શ્યામજીના મંદિરે જવાની યોજના બનાવી હતી.’

ઉલ્લેખનીય છે કે, નીતિને રિયાલિટી શો ‘દાદગીરી 2’ જીતીને ઘણી ઓળખ મેળવી હતી. આ સિવાય નીતિને ‘ઝિંદગી ડોટ કોમ’, ‘ક્રાઈમ પેટ્રોલ’ અને ‘ફ્રેન્ડ્સ’ જેવા ટીવી શોમાં પણ કામ કર્યું હતું અને ‘ક્રાઈમ પેટ્રોલ’થી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. નીતિન છેલ્લે 2022માં ‘તેરા યાર હૂં મેં’ શોમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ PM Vidya Lakshmi Scheme: વડાપ્રધાન મોદી વિદ્યા લક્ષ્મી યોજનાને આપી મંજૂરી, વિદ્યાર્થીઓને મળશે 10 લાખ સુધીની લોન- વાંચો વિગત