Gujarat ST

Gujarat ST department: ગુજરાત એસટી વિભાગને દિવાળી ફળી, 14 કરોડથી વધુની કમાણી કરી- વાંચો વિગત

અમદાવાદ, 06 નવેમ્બરઃ Gujarat ST department: એસટી નિગમને દિવાળીના તહેવારો ફળ્યા છે. 29મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર એમ એક અઠવાડિયા દરમિયાન એસટી નિગમને 6.44 લાખ ટિકિટના વેચાણથી રૂપિયા 14.55 કરોડ રૂપિયાની આવક થઈ છે.

એસટી નિગમમાં સાત દિવસમાં ઈ-બુકિંગ અને મોબાઇલ બુકિંગથી 6.44 લાખ ટિકિટનું વેચાણ થયું હતું. જેમાં ચોથી નવેમ્બરના સૌથી વધુ 1.27 લાખ ટિકિટના વેચાણ સાથે રૂપિયા 2.84 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જે એક જ દિવસમાં થયેલી રેકોર્ડ આવક છે. આ ઉપરાંત ત્રીજી નવેમ્બરના ભાઈ બીજ હતી, ત્યારે નિગમે રૂપિયા 2.49 કરોડની આવક થઈ હતી.

આ પણ વાંચોઃ Dengue: મહેસાણાના 35 વર્ષના તલાટીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યુ, ગુજરાતના આ શહેરોમાં બીમારીના કેસ વધ્યા- વાંચો વિગત

દિવાળીના તહેવારો દરમિયાન તબક્કાવાર એસટીની આવકમાં વધારો થવા લાગ્યો હતો. જેમાં 29મી ઓક્ટોબરના 77,148, 30મી ઓક્ટોબરે 74, 989, 31મી ઓક્ટોબરે 73,497 ટિકિટ વેચાણનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, નિગમ દ્વારા મુસાફરોને 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ સુવિધા આપવામાં આવી રહી છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો સાત દિવસમાં 44,262 ટિકિટના વેચાણથી રૂપિયા 96.43 લાખની આવક થઈ છે.

આ પણ વાંચોઃ Numbness in Legs: જો તમને પણ વારંવાર હાથે-પગે ખાલી ચઢી જતી હોય તો ટ્રાય કરો આ ઉપાય