અમદાવાદ, 06 નવેમ્બરઃ Dengue:સુરત બાદ હવે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ રોગચાળાએ માથુ ઉંચક્યું છે. મહેસાણાના ફુદેડા ગામના તલાટીનું ડેન્ગ્યૂથી નિધન થયું છે. 35 વર્ષીય મૌલિકભાઈ દરજીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. નાની ઉંમરમાં બીમારીથી અચાનક દર્દીના નિધનથી લોકોમાં શોકની લાગણી પ્રસરી છે.
સમગ્ર પંથકમાં લોકો દુઃખની લાગણી વ્યક્ત કરી શકે છે. છેલ્લા પાંચેક દિવસથી તેમને તાવ આવતાં સારવાર ચાલી રહી હતી, જે દરમિયાન તેમને ડેન્ગ્યૂ થયું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
આ પણ વાંચોઃ Numbness in Legs: જો તમને પણ વારંવાર હાથે-પગે ખાલી ચઢી જતી હોય તો ટ્રાય કરો આ ઉપાય
મહત્ત્વનું છેકે, 35 વર્ષીય મૌલિકભાઈ દરજી મૂળ સતલાસણા તાલુકાના ભાલુસણા ગામના વતની છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી ફૂદેડા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી અનુસાર, ગત 1 નવેમ્બરના રોજ તાવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને ડેન્ગ્યૂ થયો હોવાની જાણ થતાં તેનું નિદાન કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન ફેફસામાં પાણી ભરાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થતાં સોમવારે મોડી રાત્રે મૌલિકભાઈ દરજીનું નિધન થયું હતું.

