Accident

Accident in Ahmedabad: એસ.જી. હાઈવે પર ડમ્પર-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ

અમદાવાદ, 24 ઓક્ટોબરઃ Accident in Ahmedabad: અમદાવાદના એસ.જી. હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.જી. હાઈવે પર વાયએમસીએ ચોકડી નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Pushpa 2 Release date: આતુરતાનો આવ્યો અંત! આ તારીખે રિલીઝ થશે, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2

મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને શંકા છે કે ડમ્પરની બ્રેક ફેલ થઈ ગઈ હશે, જેના કારણે ડમ્પર ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના લીધે થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચોઃ Vav by-elections: વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન, આપ કોઇ ઉમેદવાર નહીં ઉભા રાખે- વાંચો વિગત