નવી દિલ્હી, 25 સપ્ટેમ્બરઃ Kangana’s apologized: ભારતીય જનતા પાર્ટીની સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે રદ કરેલા કૃષિ કાયદાઓને લઈને નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે રદ કરેલા કૃષિ કાયદાઓને પરત લાવવામાં આવે. જોકે, હવે કંગનાએ પોતાના આપેલા નિવેદનને લઈને માફી માંગી અને કહ્યું કે, “હું મારા શબ્દો પરત ખેંચુ છું.” સાથે જ તેણે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર માફી પણ માંગી છે.
કંગનાએ પોતાનું આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેના કૃષિ કાયદા પરત લાવવા વાળા નિવેદનને લઈને વિપક્ષ દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા હતા. એક તરફ હરિયાણા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, બીજી કંગનાએ આપેલા નિવેદનને લઈને ભાજપે પણ તેનાથી દૂરી બનાવી લીધી હતી. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, “કંગનાને કૃષિ કાયદાઓ પર બોલવાનો કોઈ હક નથી.”
#WATCH | BJP leader Gaurav Bhatia says, “On the social media platforms, BJP MP Kangana Ranaut’s statement on the farm bills that was withdrawn by central govt, is going viral. I want to make it clear that this statement is a personal statement of her. Kangana Ranaut is not… pic.twitter.com/hZmJ8j7Qf8
— ANI (@ANI) September 24, 2024
આ પણ વાંચોઃ Pavagadh facilities: હવે પાવાગઢમાં ડુંગર ઉપર જ મળશે રહેવા અને જમવાની સુવિધા, વાંચો ભક્તોને ક્યારથી મળશે લાભ
સોશિયલ મીડિયા પર કંગનાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં તેણે કહ્યું કે, “ગત દિવસોમાં મીડિયા દ્વારા મને કૃષિ કાયદાને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. ત્યારે મેં કહ્યું હતું કે ખેડૂતો કૃષિ કાયદા પરત લાવવા માટે વડાપ્રધાનને આગ્રહ કરવો જોઈએ.” સાથે જ વીડિયોમાં કંગનાએ એવું પણ કહ્યું કે, “મારી આ વાતથી ઘણા બધા લોકો નિરાશ છે.” વધુમાં કંગનાએ એવું કહ્યું કે, “જ્યારે કૃષિ કાયદા સરકારે લાવ્યા ત્યારે ઘણા લોકોએ તેને સમર્થન આપ્યું હતું, પરંતુ આપણા વડાપ્રધાને ઘણી સંવેદનશીલતાથી તે કાયદાઓને પરત ખેંચ્યા હતા અને હવે દરેક કાર્યકર્તાઓનું કર્તવ્ય બને છે કે તેમના શબ્દોનું માન રાખીએ.”
Do listen to this, I stand with my party regarding Farmers Law. Jai Hind 🇮🇳 pic.twitter.com/wMcc88nlK2
— Kangana Ranaut (@KanganaTeam) September 25, 2024
ઉલ્લેખનીય છે કે, અગાઉ જ કંગનાએ હિમાચલ પ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં 3 રદ કરેલા કૃષિ કાયદાઓને પરત લાગુ કરવા કહ્યું હતું. સાથે જ તેણે કહ્યું હતું કે, “ખેડૂતોએ પોતે જ આ કાયદા પરત લાવવા માંગ કરવી જોઈએ જેથી આપણા ખેડૂતોની સમૃદ્ધિમાં બ્રેક ન લાગે.” ઉપરાંત કંગનાએ એવું પણ કહ્યું હતું કે, “અમુક રાજ્યો દ્વારા આ કાયદાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, તે લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃષિ કાયદાઓને પરત લાવવામાં આવે.”
આ પણ વાંચોઃ Heavy Rain Forecast: હજી ગુજરાતમાં અગામી 5 દિવસ ભારે વરસાદ વરસસે, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

