Government Job

job vacancy: ITI કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ તથા અન્ય વિગત

બિઝનેસ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ job vacancy: ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે (ECIL) આઈટીઆઈ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપની ભરતી બહાર પાડી છે. ભરતી અંતર્ગત ફિટર, મિકેનિક, ટર્નર, વેલ્ડર અને પેઇન્ટર સહિત વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની 437 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2024 છે. અરજી કરતા પહેલા સત્તાવાર પોર્ટલ https://www.apprenticeshipindia.gov.in/ પર રજિસ્ટ્રેશન કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ Kangana’s apologized: કંગના રનૌતને કૃષિ કાયદાઓ પરત લાવવાને લઈ આપેલુ નિવેદન પડ્યુ ભારે, વીડિયો અપલોડ કરી અભિનેત્રીએ માંગી માફી

આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ માટે વય મર્યાદા 18થી 25 વર્ષ છે. જોકે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ અને એસસી/એસટી માટે 30 વર્ષ છે.

શૈક્ષણિક લાયકાત: ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આઈટીઆઈ એપ્રેન્ટિસશીપની કુલ વેકેન્સીમાં 70 ટકા સીટો સરકારી કોલેજો અને 30 ટકા પ્રાઇવેટના વિદ્યાર્થીઓ માટે અનામત છે. ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં (ECIL) આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ એક વર્ષનું હશે. સમય મર્યાદા પૂરી થયા પછી નોકરી મળશે કે નહીં તે કહી શકાય નહીં.

આ પણ વાંચોઃ Pavagadh facilities: હવે પાવાગઢમાં ડુંગર ઉપર જ મળશે રહેવા અને જમવાની સુવિધા, વાંચો ભક્તોને ક્યારથી મળશે લાભ

આ રીતે અરજી કરો
1. સૌપ્રથમ કૌશલ્ય વિકાસ મંત્રાલયના એપ્રેન્ટિસશીપ પોર્ટલ www.apprenticeshipindia.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
2. ત્યાર બાદ ECILની વેબસાઇટ www.ecil.co.inમાં જઈને કરિયર સેક્શનમાં કરન્ટ જોબ ઓપનિંગ્સ પર ક્લિક કરો અને પછી અરજી ફોર્મ ભરો.