Pavagadh Facilities

Pavagadh facilities: હવે પાવાગઢમાં ડુંગર ઉપર જ મળશે રહેવા અને જમવાની સુવિધા, વાંચો ભક્તોને ક્યારથી મળશે લાભ

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ Pavagadh facilities: પાવાગઢમાં ટૂંક જ સમયમાં ડુંગર ઉપર જ રહેવાની સગવડ, મોટું અન્નક્ષેત્ર, યજ્ઞકુંડ અને નવા પાર્કિંગ જેવી સુવિધાનો લાભ મળશે. અત્યાર સુધી દૂર-દૂરથી આવનાર માઈ ભક્તોને ત્યાં રહેવાની મુશ્કેલી પડતી હતી. પરંતુ, હવે યાત્રાળુઓને તકલીફ નહીં પડે. કારણ કે, હવે ડુંગર ઉપર જ રહેવાની સુવિધા મળશે.

દેશભરમાંથી મકાકાળીના દર્શન માટે વિવિધ ભક્તો આવે છે. ઘણીવાર ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર હોવાથી લોકોનો જેટલો ધસારો હોય છે, તેટલી રહેવાની સુવિધા મળતી નથી. જેના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચોઃ Heavy Rain Forecast: હજી ગુજરાતમાં અગામી 5 દિવસ ભારે વરસાદ વરસસે, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

પરંતુ, હવે પાવાગઢના ડુંગર ઉપર જ મોટી ડોરમેટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી થઈ રહી છે. જેથી લોકો રાત્રિ દરમિયાન આવ્યા હોય તો દિવસે બે-ત્રણ કલાક આરામ માટે રોકાઈ શકે. આ સિવાય પાવાગઢમાં દર્શને આવતાં ભક્તોને જમવાની મુશ્કેલી ન પડે તે માટે પણ આયોજન કરાયું છે. પાવાગઢમાં વિશાળ અન્નક્ષેત્રનું કામ પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ અન્નક્ષેત્રમાં એકસાથે 600થી વધુ લોકો સાથે બેસીને ભોજન કરી શકશે.

લગભગ દોઢ વર્ષ પહેલાં પાવાગઢમાં ડોરમેટરી અને અન્નક્ષેત્ર બનાવવાનું કામ શરુ થઈ ગયું હતું. હાલ આ બન્નેનું 80 ટકા જેટલું કામકાજ પૂરું થઈ ગયું છે અને નવરાત્રિ સુધીમાં આ સુવિધા ભક્તો માટે ખુલ્લી મૂકી શકાય તેવી સંભાવના છે. પાવાગઢમાં નિર્માણ થઈ રહેલાં આ ડોરમેટરી તેમજ અન્નક્ષેત્રની ઇમારતનો દેખાવ પણ મંદિરના સ્ટ્રક્ચર જેવો જ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Film Laapataa Ladies: આમિર ખાને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઓસ્કારમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી, ફેન્સ આપી રહ્યા છે શુભેચ્છા

આ સિવાય પાવાગઢમાં દૂર-દૂરથી વાહન લઈને આવતા ભક્તોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પરંતુ, પાવાગઢ યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર દ્વારા આ મુશ્કેલી પણ દૂર કરી દેવાઈ છે. પાવાગઢમાં જ્યાંથી રોપ-વે સેવાની શરુઆત થાય છે, ત્યાં જ એક ભવ્ય પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. આ નવા પાર્કિંગમાં 400થી વધુ કાર, આશરે 100 જેટલી બસો અને ટુ-વ્હીલર પાર્ક કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ મલ્ટિલેવલ પાર્કિંગ પ્રોજેક્ટનો એક માળ બનીને તૈયાર થઈ ગયો છે અને પહાડી વિસ્તારમાં બનેલા પાર્કિંગ એરિયાનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે.

પાવાગઢની યાત્રા કરી ચૂકેલા તમામ યાત્રાળુઓ ત્યાંની રોપ-વે સુવિધા વિશે તો વાકેફ હશે. પરંતુ, રોપ-વેમાંથી ઉતર્યા બાદ પણ લોકોને 500 જેટલાં પગથિયાં ચઢવા પડે છે, જેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓને તકલીફ પડે છે. તેથી, હવે ભક્તોને રોપ-વે બાદ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે પાવગઢ મંદિર સુધી લિફ્ટનું નિર્માણકાર્ય થઈ રહ્યું છે, જે અંદાજે 6 મહિનામાં જ તૈયાર થઇ જશે.