નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ 3 ISS Commander: જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 8 મહિના માટે અંતરિક્ષમાં ફસાય ગયા છે. અમેરીકન અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને લાવવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેમની પૃથ્વી પર વાપસી ફેબ્રુઆરી 2025 સુધી ટાળી દેવામાં આવી છે.
હાલમાં સુનિતા અને વિલ્મોર 6 બેડ વાળા સ્પેસ સેન્ટરમાં 9 અન્ય લોકો સાથે રહી રહ્યા છે. હવે આજે ISSથી નવી અપડેટ આવી છે. સુનિતા વિલિયમ્સને ISSના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના પહેલાં આ જવાબદારી સંભાળી રહેલા રશિયન અંતરિક્ષયાત્રી ઓલેગ કોનોનેન્કો અન્ય બે યાત્રીઓ સાથે આજે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સને ISSની જવાબદારી એવા સમયે સોંપવામાં આવી છે જ્યારે ટૂંક સમયમાં તેના અને વિલ્મોર માટે બચાવ અભિયાન શરૂ થવાનું છે.
👀📺🛰️Watch NASA astronaut Tracy C. Dyson depart the space station with Roscosmos cosmonauts Oleg Kononenko and Nikolai Chub at 4:37am ET on Monday live on @NASA+. Live coverage from farewell to landing begins at 12:45am. https://t.co/AqTtwYlW8R pic.twitter.com/fMfyuPhuQ9
— International Space Station (@Space_Station) September 22, 2024
આ બીજી વખત છે જ્યારે નાસાના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેણે 2012માં ઓપરેશન 33 દરમિયાન તેની કમાન સંભાળી હતી. રવિવારે રાત્રે આઠ વાગ્યે રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના અંતરિક્ષ યાત્રી ઓલેગ કોનોનેન્કોએ સુનીતાને આ જવાબદારી સોંપી હતી. ઓલેગ અને તેની સાથે પહેલાથી જ ISSમાં રહેલા ત્રણ અંતરિક્ષ યાત્રીઓ સોમવારે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. ઓલેગ ઉપરાંત ટ્રેસી સી ડાયસન અને નિકોલાઈ ચૂબ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ISS અંતરિક્ષમાં એક એવી જગ્યા છે જ્યાં વિવિધ દેશોની અંતરિક્ષ એજન્સીઓ સાથે સંકળાયેલા યાત્રીઓ સમયાંતરે અહીં કેટલાક સમય માટે આવે છે. તેઓ અહીં રિસર્ચ કરે છે અને ISSની દેખરેખ કરે છે. ISS ક્યારેય અંતરિક્ષ યાત્રીઓ વિના નથી હોતું. ઓલેગ બાદ ટૂંક સમયમાં જ એક નવી ટીમ ISS પહોંચશે.

