નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ CM Atishi took charge: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. સીએમ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા, પરંતુ સીએમ આતિશી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠા ન હતા. સીએમ આતિશી પોતાની એક ખુરશી લઈને સચિવાલય પહોંચ્યા અને તે એ જ ખુરશી પર બેઠા જે સફેદ રંગની હતી. તેમની ખુરશીની સાથે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની લાલ રંગની ખુરશી રાખવામાં આવી છે.
आज मैंने दिल्ली के मुख्यमंत्री की ज़िम्मेदारी सँभाली है। आज मेरे मन में वो ही व्यथा है जो भरत के मन में थी जब उनके बड़े भाई भगवान श्री राम 14 साल के वनवास पर गए थे, और भरत जी को अयोध्या का शासन सँभालना पड़ा था। जैसे भरत ने 14 साल भगवान श्री राम की खड़ाऊँ रख कर अयोध्या का शासन… pic.twitter.com/OkNEgtYIq4
— Atishi (@AtishiAAP) September 23, 2024
સીએમ આતિશીએ કહ્યું કે, આજે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આજે મારા મનમાં એ જ દર્દ છે જે રીતે ભરતજીને હતું, જે રીતે ભગવાન શ્રીરામની ચાખડી રાખીને ભરતજીએ કામ કર્યું, તે જ રીતે હું આગામી 4 મહિના સુધી મુખ્યમંત્રી પદ સંભાળીશ.
સીએમ આતિશીએ કહ્યું કે, છેલ્લા 2 વર્ષથી બીજેપીએ અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવામાં કોઈ કસર છોડી નથી, તેમને 6 મહિના માટે જેલમાં પૂર્યા. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આતિશીએ વધુમાં કહ્યું કે, આ ખુરશી અરવિંદ કેજરીવાલ જીની છે, મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલ જીને ફરીથી મુખ્યમંત્રી બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ જીની આ ખુરશી અહીં જ રહેશે.
આતિશીએ વધુમાં કહ્યું કે, અમે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ જીને આ ખુરશી પર બેસાડશું અને ત્યાં સુધી આ ખુરશી આ રૂમમાં જ રહેશે.
Taking charge as the Chief Minister of Delhi. LIVE https://t.co/AvLpC8u1f6
— Atishi (@AtishiAAP) September 23, 2024
સીએમ આતિશીએ કહ્યું, અરવિંદ કેજરીવાલે ઈમાનદારીનું ઉદાહરણ બેસાડ્યું છે. છેલ્લા બે વર્ષથી ભાજપે કેજરીવાલની ઈમેજ ખરાબ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા છે. તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને તેમને પૂરા 6 મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી દિલ્હીના લોકો તેમને ઈમાનદાર તરીકે સ્વીકારશે નહીં ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને આશા છે કે દિલ્હીની જનતા ફરી એકવાર સીએમ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવશે.

