બોલિવુડ ડેસ્ક, 21 સપ્ટેમ્બરઃ KKK Film Festival 2024: ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કરીના કપૂરનાં ૨૫ વર્ષ પૂરાં થયાં એની ઉજવણીરૂપે મલ્ટિપ્લેક્સ ચેઇન પીવીઆર આઇનૉક્સ પિક્ચર્સ દ્વારા ૨૦ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સુધી તેની ફિલ્મોનો એક ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે. એક અઠવાડિયાના આ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૫ શહેરોનાં ૩૦ થિયેટરોમાં કરીનાની ચુનંદા ફિલ્મો દેખાડવામાં આવશે. આ ફેસ્ટિવલમાં કરીનાની ‘અશોક’, ‘ચમેલી’, ‘જબ વી મેટ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘ઓમકારા’ જેવી ફિલ્મો દેખાડવામાં આવશે.
View this post on Instagram
પોતાના નામનો ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે એના વિશે કરીનાએ કહ્યું હતું કે ‘મારા માટે આ ગૌરવની વાત છે. આ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા બધી પેઢીના લોકો આ અદ્ભુત ફિલ્મો માણી શકશે એ અદ્ભુત વાત છે અને હું આ વન્ડરફુલ ફિલ્મો સાથે સંકળાયેલી યાદોને ફરી જીવી શકીશ. આ ફેસ્ટિવલ પ્રત્યે લોકોનો રિસ્પૉન્સ જાણવા હું ઉત્સુક છું.’
Kareena Kapoor Khan becomes the first young actress to achieve this accomplishment in her career. Not just that she also became the first female actress to have a special film festival. No other female actresses in Indian Cinema have earned this phenomenal feat. Earlier, Amitabh… pic.twitter.com/gg1oNdiYuA
— PeepingMoon (@PeepingMoon) September 19, 2024
ભારતમાં કોઈ પણ અભિનેત્રી માટે આ પહેલી વખત છે. કે તેના નામે ફિલ્મ ફેસ્ટિવલ હોય. દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન એવા 2 સ્ટાર છે જેને પહેલા જ ફિલ્મ ફેસ્ટિવલ સમર્પિત કરવામાં આવ્યો છે. ફિલ્મ ફેસ્ટિવલનું ટ્રેલર પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કરીના કપૂરની સૌથી પસંદગીની ફિલ્મો અને પાત્રની ક્લિપ સામલે હશે. કભી ખુશી કભી ગમ, પૂ, જબ વી મેટ ગીતો પણ સામેલ હશે.
ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે વર્ષ 2000માં જેપી દત્તાની ફિલ્મ રેફ્યુઝીથી પોતાના અભિયાનની શરુઆત કરી છે. ત્યારથી 50થી વધારે ફિલ્મ આપી ચૂકી છે.
કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આવનાર સમયમાં મશહુર નિર્દેશક મેધના ગુલઝારની નવી ફિલ્મ દાયરામાં જોવા મળશે. તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન પણ છે. સિંધમ અગેનમાં અજય દેવગણ , અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર , ટાઈગર શ્રોફ અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.

