Suicide

Family suicide attempt: દેવામાં ડૂબેલા એક જ પરિવારના 8 સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો, વાંચો સંપૂર્ણ અહેવાલ

રાજકોટ, 21 સપ્ટેમ્બરઃ Family suicide attempt: બેન્ક લોન સહિતના અન્ય દેવાઓમાં ડૂબી ગયેલા રાજકોટના એક પરિવારના 8 સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે. તાજેતરની મળતી માહિતી અનુસાર આ એક સોની પરિવાર હતો અને બધાએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના અહેવાલ છે. હાલમાં આ લોકોની રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચોઃ Shubman Gill Test Century: ફરી છવાયો શુભમન ગિલનો જાદુ, સદી ફટકારી સચિન-કોહલીના આ ક્લબમાં કરી એન્ટ્રી- વાંચો વિગત

મળતી માહિતી અનુસાર સોની પરિવારને વેપારમાં નુકસાન થયું હતું. મુંબઈની પેઢીઓ તેમનાથી સોના-ચાંદીના દાગીના લઈ ગઈ પરંતુ તેનું પેમેન્ટ ન કરતાં આ સોની પરિવાર દેવામાં ગરકાવ થયો હતો. તેઓ આ કારણે આર્થિક રીતે ભાંગી પડ્યા હતા.

બેન્કમાંથી લોન લીધી હોવાને કારણે તેઓ હપ્તા ભરવા પણ સક્ષમ રહ્યા નહોતા જેના પગલે દિવસે ને દિવસે વ્યાજ વધતાં દેવું આકાશ આંબી રહ્યું હતું કેમ કે મુંબઈની પેઢીએ કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું જ નહોતું. આ કારણે આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર કુલ 9 લોકોએ આ ઝેરી દવા ગટગટાવી હતી પરંતુ તેમાંથી એક બચી જવાને કારણે તેણે અન્યોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ પણ વાંચોઃ Miss india worldwide 2024: ગુજરાતી મૂળની ધ્રુવી પટેલે જીત્યો ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’ ખિતાબ, બોલિવુડમાં કામ કરવાની છે ઇચ્છા