સ્પોર્ટ્સ ડેસ્ક, 21 સપ્ટેમ્બરઃ Shubman Gill Test Century: બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ‘પ્રિન્સ’ શુભમન ગિલે મોટું કારનામું કર્યું છે. ગિલે બાંગ્લાદેશ સામે પોતાની 5મીં ટેસ્ટ સદી ફટકારીને 119 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના દમ પર ભારતે બાંગ્લાદેશને જીત માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ટીમ ઈન્ડિયાને આ સ્કોર સુધી પહોંચાડવામાં શુભમન ગિલની સાથે ઋષભ પંતે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પંતે પણ 109 રનની શાનવદાર ઈનિંગ રમી હતી.
Shubman Gill joins the centurion party with a fantastic 💯
This is his 5th Test ton 👏👏
Live – https://t.co/fvVPdgXtmj… #INDvBAN @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/ga7GcCr4ZA
— BCCI (@BCCI) September 21, 2024
એક સમયે જ્યારે ભારતે 67ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ગિલ અને પંતે ચોથી વિકેટ માટે 167 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. શુભમન ગિલની આ ટેસ્ટ ક્રિકેટમાં બેક ટુ બેક સદી છે. આ પહેલા ઈંગ્લેન્ડ સામે રમાયેલી સીરીઝની છેલ્લી ટેસ્ટમાં તેણે સદી ફટકારી હતી. ગિલે પોતાની આ ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગાનો આંકડો પણ પાર કરી લીધો છે.
ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલની વર્ષ 2024માં આ ત્રીજી ટેસ્ટ સદી છે. તે આ વર્ષે ક્રિકેટમાં સૌથી લાંબા ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ આ વર્ષે 2-2 ટેસ્ટ સદી ફટકારી છે.
આ પણ વાંચોઃ Shradh Paksha: શું તમે જાણો છે કે શ્રાદ્ધ કર્મ કેમ કરવામાં આવે છે, અને તર્પણના અર્થ વિશે?- વાંચો વિગત

