Miss India Worldwide 2024

Miss india worldwide 2024: ગુજરાતી મૂળની ધ્રુવી પટેલે જીત્યો ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’ ખિતાબ, બોલિવુડમાં કામ કરવાની છે ઇચ્છા

મનોરંજન, 20 સપ્ટેમ્બરઃ Miss india worldwide 2024: અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થીની ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો તાજ જીત્યો છે. આ સિદ્ધિથી તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ એ ભારતની બહાર સૌથી લાંબા સમય સુધી ભારતીય સ્પર્ધા છે. આ સ્પર્ધા જીત્યા બાદ ધ્રુવીએ બોલિવૂડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે ગુજરાતી એનઆરઆઇ છે.

ધ્રુવી પટેલે ન્યૂજર્સીના એડિસનમાં તાજ પહેર્યા પછી તેની ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ જીતવું એ અવિશ્વસનીય સન્માન છે. તે એક તાજ કરતાં વધુ છે- તે મારા વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તર પર અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે.’ ધ્રુવી કોમ્બેટ અને જીમ સ્પોર્ટ્સ પ્રત્યે રસ ધરાવે છે. તેને બોલિવૂડ ફિલ્મો જોવી ખૂબ ગમે છે. તે મૂળ ગુજરાતની છે.

આ પણ વાંચોઃ Shradh Paksha: શું તમે જાણો છે કે શ્રાદ્ધ કર્મ કેમ કરવામાં આવે છે, અને તર્પણના અર્થ વિશે?- વાંચો વિગત

કોઈપણ સ્પર્ધા વિશે સૌથી સામાન્ય બાબત એ છે કે તેમાં ફક્ત એક જ વિજેતા હોય છે. ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ની આ સ્પર્ધામાં સુરીનામની લિસા અબ્દોઅલહકને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે નેધરલેન્ડની માલવિકા શર્માને આ રેસમાં સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી.

મિસિસ કેટેગરીમાં ત્રિનિદાદ અને ટોબેગોની સુઆન મૌટેટ વિજેતા બની હતી. જ્યારે સ્નેહા નામ્બિયાર પ્રથમ રનર્સ અપ અને યુનાઇટેડ કિંગડમની પવનદીપ કૌર સેકન્ડ રનર્સ અપ રહી હતી. ગ્વાડેલુપની સિએરા સુરેટે ટીનેજર્સ કેટેગરીમાં ‘મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ’નો તાજ પહેરાવ્યો હતો. નેધરલેન્ડની શ્રેયા સિંહ અને સુરીનામની શ્રદ્ધા ટેડજોને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય રનર્સ અપ જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Navaratri 2024: નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ, પારંપરિક વસ્ત્રોમાં રહેશે SHE TEAM તત્પર- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ‘ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી’ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની અધ્યક્ષતા ભારતીય-અમેરિકન નીલમ અને ધર્માત્મા સરન કરે છે. નોંધનીય છે કે આ વર્ષે આ સ્પર્ધા તેની 31મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.