અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ 2015 lady Murder Case: વર્ષ 2015માં અમદાવાદના થયેલી એક મહિલાની હત્યાનો ભેદ હવે ઉકેલાયો છે. તેમાં પણ હત્યા પાછળનું કારણ જ બદલાઇ ગયુ છે. પહેલા હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું મનાતુ હતુ, જો કે હવે હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ નહિ પણ જમીન જવાબદાર હોવાનું સામે આવ્યુ છે. પશ્ચિમ બંગાળથી પિતરાઈ ભાઈઓ હત્યા કરવા અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યુ છે.
સને-૨૦૧૫ થી દાણીલીમડા પો.સ્ટેના મર્ડરના ગુનામા નાસતા-ફરતા આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat #AhmedabadPolice pic.twitter.com/YYY5UrF1KO
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 19, 2024
મહિલાની હત્યામાં પાંચ જેટલા લોકો સામેલ હતા. જોકે હત્યા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ આજ સુધી પોલીસ પકડથી દૂર છે. જોકે હાલમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીની પૂછપરછ કરતા હત્યા પાછળની હકીકત સામે આવી છે. અગાઉ પકડાયેલા બે આરોપીઓ દ્વારા પોલીસને ખોટી કહાની બતાવી ગેરમાર્ગે દોરી હતી. પોલીસ મહિલાની હત્યા પાછળની હકીકત જાણી ચોકી ઉઠી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પૂર્વ વિસ્તાર દાણીલીમડામાં વર્ષ 2015માં એક મહિલાની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. 12મી સપ્ટેમ્બર 2015માં નસરીનબાનુ શેખ નામની મહિલાની હત્યા થઈ હતી. જોકે હત્યા બાદ પોલીસ દ્વારા હત્યામાં સામેલ પાંચમાંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
અન્ય ત્રણ આરોપીઓ આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરાર ત્રણ આરોપીમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા સમગ્ર હત્યા પાછળની હકીકત સામે આવી હતી. જોકે આ હકીકત અગાઉ પકડાયેલા બે આરોપીએ પોલીસ સમક્ષ કહી હતી નહીં. હત્યા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી.

