Bhadarvi Poonam

Bhadarvi Poonam: આજે ભાદરવી પૂનમ, અંબાજી ખાતે મહામેળાનો અંતિમ દિવસ- મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા

અંબાજી, 18 સપ્ટેમ્બરઃ Bhadarvi Poonam: આજે અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો છેલ્લો દિવસ છે. છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી છે. આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાતે આજે રાત્રીના 12 કલાકે મેળાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. જો કે આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન રાબેતા મુજબ થશે.

આ પણ વાંચોઃ Aditi-Sidharth Wedding Pics: અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી ખુશખબરી- જુઓ ફોટોઝ

આજે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અંબાજીની મુલાકાતે છે. માડીના દર્શન બાદ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લેશે. અંબાજી મંદિરના શિખર ઉપર ધજારોહણ પણ કરશે. આ ઉપરાંત ગૃહરાજ્યપ્રધાન પોલીસકર્મીઓનું સન્માન કરશે.

આ પણ વાંચોઃ Gmail close by Google: એલર્ટ! આ તારીખથી બંધ થશે Google એકાઉન્ટ, કંપનીએ લીધો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

ભાદરવી પૂનમના પગલે અંબાજીમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે મા અંબાના દર્શન કરવા માટે લોકો દૂરથી આવીને લાંબી કતારોમાં ઉભા રહ્યાં હતા. ત્યારે મા ભગવતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.