Aditi And Siddharth Wedding

Aditi-Sidharth Wedding Pics: અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી ખુશખબરી- જુઓ ફોટોઝ

બોલિવુડ ડેસ્ક, 16 સપ્ટેમ્બરઃ Aditi-Sidharth Wedding Pics: છેલ્લા ઘણા સમયથી બોલિવુડની જાણીતી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને સાઉથ સુપર સ્ટાર સિદ્ધાર્થ સાથે રિલેશનમાં હતી. હવે અંગત પરિવાર તથા ફ્રેન્ડઝની હાજરીમાં અદિતિ અને સિદ્ધાર્થ લગ્ન કરી લીધા છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિદ્ધાર્થ સાથેના લગ્નની પ્રથમ તસવીરો શેર કરી છે. લગ્નની તસવીરોમાં કપલ પરંપરાગત પોશાકમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

લગ્નની જાહેરાત કરતી વખતે, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો ફોટો શેર કર્યો છે. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ કે, ‘તમે મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા તારા છો… અનંતકાળ માટે પિક્સી સોલમેટ બનવા માટે… હસવા માટે, ક્યારેય મોટા ન થવા માટે… અનંત પ્રેમ માટે, પ્રકાશ અને જાદુ માટે, મિસેજ એન્ડ મિસ્ટર શ્રી અદુ-સિધુ.’

આ પણ વાંચોઃ Gmail close by Google: એલર્ટ! આ તારીખથી બંધ થશે Google એકાઉન્ટ, કંપનીએ લીધો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

આ તસવીરો પરથી એવું પણ લાગે છે કે આ કપલે માત્ર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં જ લગ્ન કર્યા હતા. આ સાથે હવે તમામ ફેન્સ અને સેલેબ્સ કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

અદિતિ-સિદ્ધાર્થે તેમના લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. જે દર્શાવે છે કે, બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હતા. દુલ્હન બનેલી અદિતિ આ સમય દરમિયાન ખૂબ જ સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળી હતી. લગ્ન પછી ઘરના વડીલો પણ નવ પરિણીત યુગલને આશીર્વાદ આપતા જોવા મળે છે. હાલમાં આ કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચોઃ Trump targeted: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાનો થયો પ્રયાસ, ઝાડીઓમાંથી એક AK-47 મળી આવી- વાંચો વિગત

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

આ વર્ષની શરૂઆતમાં વોગ ઈન્ડિયા સાથે વાત કરતી વખતે, અદિતિએ ખુલાસો કર્યો હતો કે તેણે અને સિદ્ધાર્થે વાનાપર્થીમાં 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે.