ગાંધીનગર, 16 સપ્ટેમ્બરઃ Gandhinagar Metro Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. ત્યારે આજે (સોમવારે) સૌ પ્રથમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. એક પછી એક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવા માટે સેક્ટર 1 ખાતે પહોંચી ગયા હતા.
Inaugurated Phase-II of the Ahmedabad Metro Rail Project and on the way to today’s programme with energetic youngsters. pic.twitter.com/59sGNf7kdd
— Narendra Modi (@narendramodi) September 16, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે (સોમવારે ) ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરી લીલીઝંડી આપી હતી અને સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે બાળકો સાથે પણ વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચોઃ Mpox Vaccine: Mpoxની પ્રથમ રસીને WHO તરફથી મળી મંજૂરી, આ રીતે શરુ થશે વેક્સીનેશનની પ્રક્રિયા- વાંચો વિગત
વડાપ્રધાન મોદીએ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કરાવી શરૂઆત કરી દીધી છે. જેના લીધે અમદાવાદથી ગાંધીનગર ખાતે અપડાઉન કરતાં વિદ્યાર્થી, સરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ નોકરી કરતા હજારો લોકોનો સમય બચશે. આ ઉપરાંત ગુજરાત બહારથી ગિફ્ટ સિટીની મુલાકાતે આવતાં લોકો અને વિદેશી મહેમાનોને અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી પહોંચવામાં સરળતા રહેશે.
મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધી સવારે 8 થી સાંજે 6:35 જ્યારે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી આ ટ્રેન દોડશે.
આ પણ વાંચોઃ PM Modi welcomes calf: વડાપ્રધાને પોતાના ઘરે થયુ નાનકડા મહેમાનનું આગમન, PMએ દીપજ્યોતિ રાખ્યુ નામ-જુઓ વીડિયો
આ ઉપરાંત જીએનએલયુ મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન વચ્ચે સવારે 8:25 થી સાંજે 6:35 જ્યારે ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી જીએનએલયુ મેટ્રો સ્ટેશન સવારે 7:18 થી સાંજે 6:48 વચ્ચે દોડાવાશે. જીએનએલયુથી પીડીઈયુ ચાર મિનિટમાં અને ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે. આ રૂટમાં કુલ 19 ફેરા થશે. આગામી સમયમાં મોટેરાથી સેક્ટર-1 જીએનએલયુથી ગિફ્ટ સિટીના ફેરામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.

