Duplicate Gutkha

Duplicate Gutkha : સુરત પોલીસે એક ગોડાઉનમાં રેડ પાડી ડુપ્લીકેટ ગુટખાનો રૂ.4 કરોડથી વધુનો જથ્થો ઝડપ્યો- વાંચો વિગત

સુરત, 13 સપ્ટેમ્બરઃ Duplicate Gutkha: સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી શાખાએ સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેડ પાડી ડુપ્લીકેટ ગુટખાનો રૂ.4 કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો છે. ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી ગોડાઉનમાં લાવી અહીં પેક કરી અન્ય સ્થળોએ મોકલાતો હતો. પોલીસે આ પ્રકરણમાં કુલ રૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણને ઝડપી પાડી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ E Vehicle Scheme: ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા મોદી સરાકારે જાહેર કરી નવી યોજના, સબસિડીની સાથે થશે આ ફાયદો

આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી શાખાએ મળેલી બાતમીના આધારે વીતેલા સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેઈડ કરી હતી. પોલીસે ત્યાંથી ડુપ્લીકેટ ગુટખાનો રૂ.4 કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો હતો.

આ પણ વાંચોઃ Vadodra: વડોદરા જીલ્લામાં સર્જાતી પુરની સ્થિતીની સમિક્ષા માટે દિલ્હીથી આવેલ કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમ મદદે આવી

ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી ગોડાઉનમાં લાવી અહીં પેક કરી અન્ય સ્થળોએ મોકલાતો હતો. પોલીસે આ પ્રકરણમાં ગુટખા ઉપરાંત બે ટ્રક, અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણને ઝડપી પાડી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.