સ્પોર્ટ્સ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Paris Paralympic 2024: ભારતે પેરિસમાં પેરાલિમ્પિકમાં કુલ 29 મેડલ જીત્યા છે. જેના કારણે મેડલ ટેલીમાં ભારત 18માં સ્થાને રહ્યું હતુ. આ પેરાલિમ્પિક ઈતિહાસમાં ભારતનું સૌથી બેસ્ટ પ્રદર્શન રહ્યું છે. ભારતીય એથ્લીટોએ આખી દુનિયામાં ભારતનું નામ ઉંચુ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ભારત સરકારે આ એથ્લિટો માટે હવે પ્રાઈઝમનીની જાહેરાત કરી છે.
आपकी जीत ने देश को गौरवान्वित किया है, लेकिन आपकी हिम्मत और संघर्ष ने हमारे दिलों को छू लिया।
आप सभी पैरा एथलीट्स ने माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के कथन को सत्य सिद्ध कर दिया है कि अगर हौसले बुलंद हो, तो कोई भी मुश्किल पार की जा सकती है। आप आगे भी इसी जज़्बे के साथ… pic.twitter.com/QGDo6slopj
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 11, 2024
સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને 75 લાખ રુપિયા, સિલ્વર મેડલ વિજેતાને 50 લાખ રુપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીઓને 30 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે. મિક્સ ટીમ ઈવેન્ટમાં જીતનાર 22.5 લાખ રુપિયા મળશે.
#Paralympics2024 में अपने उत्कृष्ट प्रदर्शन से हम सभी को गौरव के अनेकों क्षण प्रदान करने वाले हमारे पैरा एथलीटस् व उनके प्रशिक्षकों के स्वदेश लौटने पर उनसे मुलाकात कर उन्हें बधाई व शुभकामनाएं दी।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का खेलों के प्रति सकारात्मक दृष्टिकोण का… pic.twitter.com/4TKqG5I4hH
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 10, 2024
આ જાહેરાત મેડલ વિજેતાઓને સન્માનિત કરવા માટેના કાર્યક્રમ દરમિયાન કરી હતી. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓએ 7 ગોલ્ડ મેડલ અને 13 બ્રોન્ઝ મેડલ, 9 સિલ્વર મેડલ સહિત કુલ 29 મેડલ જીત્યા છે.
આ પણ વાંચોઃ Earthquakes Delhi NRC: દિલ્હી સહિત ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા- વાંચો વિગત
ભારતે પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં 50 મેડલનો આંકડો પણ પાર કર્યો. ભારતીય પેરા એથ્લેટ્સ સ્વદેશ પરત ફર્યા છે. મંગળવારે સેંકડો ચાહકોએ ભારતીય પેરાલિમ્પિક મેડલ વિજેતાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

