Fever

Health Department: કચ્છમાં શંકાસ્પદ બિમારીથી 15ના મોત નિપજ્યા, ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં- વાંચો વિગત

અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ Health Department:કચ્છના લખપત તાલુકામાં વરસાદ બાદ શંકાસ્પદ તાવથી ફક્ત છ દિવસમાં જ 15 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટના સામે આવતાં જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તાવ, શરદી-ઉધરસ અને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત થઈ જાય છે.

આ પણ વાંચોઃ Earthquakes Delhi NRC: દિલ્હી સહિત ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા- વાંચો વિગત

હાલ મામલાની ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગે 25 જણની ટીમ કચ્છ મોકલી છે, જે સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ આ બીમારીથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપે છે. આરોગ્ય વિભાગ દ્વારા અબરાડા તાલુકમાં દરેક શેરીઓમાં દવાનો છંટકાવ કરવાનું શરુ કરી દેવાયું છે.

આ ભેદી બીમારીને લઈને મોતને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા કચ્છ જવા રવાના થયા છે. જ્યાં, તેઓ બીમારી ગ્રસ્ત તાલુકો અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિ અંગે મુલાકાત કરશે અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર સાથે પણ આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.

આ પણ વાંચોઃ Malaika’s father commits suicide: મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદી કરી આત્મહત્યા, પરિવાર શોકમાં