રાજકોટ, 10 સપ્ટેમ્બરઃ Rajkot Municipal Corporation Recruitment : રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ મહાનગર પાલિકાએ આજે ઈતિહાસની સૌથી મોટી ભરતી કરવાનો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો મુજબ મનપાએ ચીફ ફાયર ઓફિસર સહિત 428 કર્મચારીઓની ભરતી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હાલ રાજકોટ મનપામાં 250 જેટલા કર્મચારીઓ કાર્યરત છે, ત્યારે આ ભરતી કરવામાં આવ્યા બાદ મનપામાં કુલ 696 કર્મચારીનો સ્ટાફ થઈ જશે. આ ભરતી પ્રક્રિયા માટે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે. આ ઉપરાંત અગ્નિકાંડ સહિત અપ્રમાણસરની મિલકતોના કેસના આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા સામે ACBના ગુના અંગે કામ ચલાવવા સહિત 46 જેટલી દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Kedarnath Highway: કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં તબાહી, અનેક મુસાફરો દટાયા તથા 5ના મોત નિપજ્યા
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 25મી મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, જેમાં 27 લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસમાં મનપાની ફાયર શાખાના અધિકારીઓ જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. બીજી તરફ હાઈકોર્ટે અને રાજ્ય સરકારે પણ આવી ગંભીર બેદરકારી અને ગુના રોકવા માટે અનેક નિર્દેશો જાહેર કર્યા હતા, ત્યારે આવી ઘટના અટકાવવા અને બેદરકારી કરતા તત્ત્વો પર ધ્યાને કેન્દ્રત કરવા પર વિશેષ ધ્યાન આપવા મનપા દ્વારા ઈતિહાસની સૌથી મોટી ભરતી કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચોઃ Rashmika Accident Post: એક્સિડન્ટ બાદ પુષ્પા ફેમ રશ્મિકા મંદાનાએ જાતે જ આપી હેલ્થ અપડેટ, વાંચો વિગત
રાજકોટ મહાનગર પાલિકાના ઈતિહાસની સૌથી મોટી ભરતી કરવાની તૈયારી કરાઈ છે, જેમાં એક ચીફ ફાયર ઓફિસર, એક ડેપ્યુટી ઓફિસર, એક ઓએસ, 16 સ્ટેશન ઓફિસર, 26 લીડીંગ ફાયરમેન, 11 ક્લાર્ક, 168 ફાયર ઓપરેટર, 30 ડ્રાઈવર, બે પટાવાળા, 12 ક્લીનરનો સમાવેશ થાય છે. મળતા અહેવાલો મુજબ ડેપ્યુટી ફાયર ઓફિસરની તેમજ સ્ટેશન ઓફિસરની લાયકાતમાં સુધારો કરવામાં આવશે.
અન્ય પોસ્ટની વાત કરીએ તો મનપા દ્વારા રીવાઇઝ સેટઅપમાં ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા, ડેપ્યુટી ઓફિસરની બે, મેનેજરની બે, ઓએસ, ડિવિઝનલ ઓફિસરની ચાર નવી જગ્યા, 32 સ્ટેશન ઓફિસર, 70 નવા ફાયર સબ ઓફિસર, 44 નવા લીડિંગ ફાયરમેન, 10 નવા વર્ક આસિસ્ટન્ટ, ત્રણ નવા સિનિયર અને ત્રણ જુનિયર કલાર્કની જગ્યા તેમજ 272 નવા ફાયર ઓપરેટરની જગ્યા ઉભી કરવામાં આવશે. કાલે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય થયા બાદ ભરતીની પ્રક્રિયા શરૂ કરાશે.

