Malaikas Father Commits Suicide

Malaika’s father commits suicide: મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદી કરી આત્મહત્યા, પરિવાર શોકમાં

બોલિવુડ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Malaika’s father commits suicide: બોલિવૂડ જગતમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. ‘મુન્ની’ તરીકે જાણીતી મલાઈકા અરોરા તથા અભિનેત્રી અમૃતા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ છે. એટલું જ નહીં, આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા ફિલ્મ ઉદ્યોગ પણ શોકમાં ગરકાવ છે.

આ પણ વાંચોઃ Rajkot Municipal Corporation Recruitment: અગ્નિકાંડ બાદ રાજકોટ મનપાનો મોટો નિર્ણય, નવી સૌથી મોટી ભરતી થશે

આ દરમિયાન મુંબઈ પોલીસે મલાઈકા અરોરાના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મલાઈકાનો એક્સ હસબન્ડ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો હતો. અરબાઝ ખાન અને મલાઈકા ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ઘટના વખતે મલાઈકા પૂણેમાં હતી. આ આઘાતજનક સમાચાર મળતાં જ તે વહેલી સવારે મુંબઈ જવા રવાના થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનો જન્મ પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર પંજાબ સરહદે આવેલા ફાઝિલ્કા જિલ્લાનો વતની છે. તેમણે ભારતીય મર્ચન્ટ નેવીમાં નોકરી કરી હતી.

આ પણ વાંચોઃ Rashmika Accident Post: એક્સિડન્ટ બાદ પુષ્પા ફેમ રશ્મિકા મંદાનાએ જાતે જ આપી હેલ્થ અપડેટ, વાંચો વિગત