બોલિવુડ ડેસ્ક, 10 સપ્ટેમ્બરઃ Rashmika Accident Post: ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, તાજેતરમાં જ અભિનેત્રીનું એકસીડન્ટ થયું હતું અને હવે તેણે પોતે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી છે. આ સમાચાર સાંભળ્યા બાદ અભિનેત્રીના ફેન્સ પણ ખૂબ દુઃખી છે.
Hey guys🥰
How’ve you been?💛I know it’s been a whileeeee since I came on here or was even seen in the public.. 🏃🏻♀️➡️
The reason I haven’t been very active in last month is because I had a little accident, (a minor one) and I was recovering and was staying at home as I was… pic.twitter.com/TrTieza3eM
— Rashmika Mandanna (@iamRashmika) September 9, 2024
રશ્મિકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે પોતાનો એક ફોટો શેર કર્યો છે અને આ સાથે એક લાંબુ કેપ્શન પણ લખ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ‘મિત્રો, કેમ છો? હું જાણું છું કે મને અહીં એક્ટીવ થયાને કે જાહેર દેખાયાને ઘણો સમય થઈ ગયો છે. ગયા મહિના મારું નાનું એકસીડન્ટ થઈ ગયું હોવાથી હું બહુ એક્ટીવ ન હતી. પરંતુ હવે હું ઠીક છું. આ એક નાનું એકસીડન્ટ હતું, પરંતુ ડૉક્ટરોની સલાહથી હું ઘરે આરામ કરી રહી હતી. હવે હું ઠીક છું અને હું તમને એક વાત જણાવી દઉં કે હવે હું સુપર એક્ટિવ બની થઈ રહી છું, તો મારી એક્ટીવીટી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’
રશ્મિકાએ તેના ફેન્સને એક સંદેશ આપ્યો છે અને લખ્યું છે કે, ‘તમારી સંભાળ રાખવાને તમારી સૌથી મોટી પ્રાથમિકતા બનાવો. કારણ કે જીવન ખૂબ જ નાજુક અને ટૂંકું છે અને આપણે જાણતા નથી કે આપણને આવતીકાલ જોવાનો મોકો મળશે કે નહીં, તેથી દરરોજ ખુશ રહેવાની ટેવ પાડો.’
રશ્મિકાએ પોસ્ટના અંતમાં ‘ખૂબ જ નાની છે જિંદગી’ એવું લખીને તેના ફેન્સને ટેન્શનમાં મૂકી દીધા છે, જ્યારે વાતનો અંત કરતાં અભિનેત્રીએ વાતાવરણને હળવું કર્યું અને લખ્યું- હું બીજું અપડેટ આપું છું, આ દરમિયાન મેં ઘણા લાડુ ખાધા છે. રશ્મિકા મંદાનાએ આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.
આ પણ વાંચોઃ Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં ભારે વરસાદ, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો- વાંચો વિગત

