નવી દિલ્હી, 09 સપ્ટેમ્બરઃ Abu Dhabi Crown Prince: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને હૈદરાબાદ હાઉસમાં બેઠક કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી છે તેમાં લખ્યું છે, “એક નજીકના મિત્રનું ઉષ્માભર્યું સ્વાગત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું હૈદરાબાદ હાઉસમાં સ્વાગત કર્યું.”
A warm welcome for a close friend.
PM @narendramodi received HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi at Hyderabad House.
Discussions on entire spectrum of 🇮🇳-🇦🇪 bilateral relations and future areas of cooperation lie ahead. pic.twitter.com/eYvS8Z2BzH
— Randhir Jaiswal (@MEAIndia) September 9, 2024
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સત્તાવાર રીતે ભારતની મુલાકાતે આવ્યા છે. ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની આ પહેલી ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે.
ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાનો પણ કાર્યક્રમા બનાવી રહ્યા છે. એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે તેઓ મંગળવારે મુંબઈ પણ જવાના છે.
PM @narendramodi met HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi in New Delhi. Discussed all areas of the 🇮🇳 🇦🇪 Comprehensive Strategic Partnership and explored avenues for future cooperation.@MEAIndia @IndianDiplomacy pic.twitter.com/zPpgrSv4kr
— India in UAE (@IndembAbuDhabi) September 9, 2024
આ પણ વાંચોઃ Job vacancy: ધોરણ 10 પાસ માટે કામની વાત- BSF, CISF, CRPF, SSB અને ITBPમાં બમ્પર ભરતી- વાંચો વિગત
હાલમાં ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે.

