Duleep Trophy 2024

Duleep Trophy 2024: ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ સ્ટાર ખેલાડીઓ પ્રવાસની પ્રથમ મેચમાંથી બહાર, BCCIએ લીધો મોટો નિર્ણય- વાંચો વિગત

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃ Duleep Trophy 2024: ગઇ કાલ એટલે કે 5 સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફી 2024ની શરુઆત થઇ છે. આ ટુર્નામેન્ટની પ્રથમ ટુર મેચો કર્ણાટકના બેંગલુરુ અને આંધ્રપ્રદેશના અનંતપુરમાં રમાશે. આ સાથે, ભારતની સ્થાનિક સિઝન 2024-25ની શરૂઆત થશે. શુભમન ગિલની કપ્તાનીવાળી ભારત A ટીમ બેંગલુરુમાં ઓપનિંગ મેચમાં અભિમન્યુ ઇશ્વરનની ઇન્ડિયા B ટીમનો સામનો કરશે.

જ્યારે બીજી મેચ અનંતપુરમાં ટીમ સી અને ટીમ ડી વચ્ચે રમાશે. પરંતુ આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ ટીમ ઈન્ડિયાના ત્રણ મહત્વના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેના કારણે BCCIએ ટીમમાં કેટલાક ફેરફાર કરવા પડ્યા છે.

આ પણ વાંચોઃ Paryushan: જૈન ધર્મનો તહેવાર એટલે પર્યુષણ, જાણો તેનુ મહત્વ અને ઇતિહાસ

બીસીસીઆઈએ ગયા મહિને જ આ ટુર્નામેન્ટ માટે તમામ ટીમોની ટીમની જાહેરાત કરી હતી. પરંતુ હવે કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને પ્રખ્યાત કૃષ્ણા દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. જ્યારે, ઈન્ડિયા ડી ટીમમાં ઈશાન કિશનની જગ્યાએ સંજુ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દુલીપ ટ્રોફી માટે તમામ ટીમ
ટીમ A : શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાયન પરાગ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, ખલીલ અહેમદ, અવેશ ખાન, વિદ્વથ કવેરપ્પા, કુમાર કુશાગ્રા, શાશ્વત રાવત.

ટીમ B : અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન ( વિકેટ કીપર).

આ પણ વાંચોઃ Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં થયો ભારે વરસાદ, જાણો ક્યા પડ્યો કેટલો વરસાદ?

ટીમ C : રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટમાં), બી ઈન્દરજીત, ઋત્વિક શૌકીન, માનવ સુથાર, વિશાલ વિજયકુમાર, અંશુલ ખંભોજ, હિમાંશુ ચૌહાણ, મયંક માર્કંડે, આર્યન જુયાલ (વિકેટ કીપર), સંદીપ વારી .

ટીમ D : શ્રેયસ (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન, રિકી ભુઈ, સરંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત (વિકેટ કીપર) , સૌરભ કુમાર.