Heavy Rain

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં થયો ભારે વરસાદ, જાણો ક્યા પડ્યો કેટલો વરસાદ?

અમદાવાદ, 06 સપ્ટેમ્બરઃ Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વિજાપુરમાં 5 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. જો આપણે છેલ્લા 2 કલાકની વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં 49 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યા છે.

આ પણ વાંચોઃ Ravindra Jadeja Joined BJP: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હવે રાજકારણમાં કરી એન્ટ્રી, રિવાબાએ આપી જાણકારી

સૌથી વધુ ગાંધીનગરના માણસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા માણસાના રસ્તાઓ જળમગ્ન થયા છે. દેહગામમાં 2.5 ઈંચ વરસાદ બે કલાકમાં ખાબક્યો છે. તેમજ ખેડાના કપડવંજમાં 1.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ Nitin Gadkari: હેલમેટના ભાવમાં ઘટાડો કરવા નીતિન ગડકરીએ કરી ખાસ વિનંતી, જાણો શું છે કારણ?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગમાં ધોધમારના એંધાણ છે. મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.