નવી દિલ્હી, 05 સપ્ટેમ્બરઃ Sikkim Accident: સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સેનાના ચાર જવાનોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માત ગુરુવારે થયો હતો.
सेना के 4 जवानों की मौत!
दुखद!सिक्किम में सेना का वाहन खाई में गिरने से जवानों के दिवंगत होंने की सूचना है।
इस दुख की घड़ी को सहने के लिए ,जवानों के परिवारों को शक्ति देना भगवान🙏
ॐ शान्ति #Sikkim #IndianArmy #accident pic.twitter.com/G9wxZw4Nk0— Monu kumar (@ganga_wasi) September 5, 2024
આ પણ વાંચોઃ Nitin Gadkari: હેલમેટના ભાવમાં ઘટાડો કરવા નીતિન ગડકરીએ કરી ખાસ વિનંતી, જાણો શું છે કારણ?
મળતી માહિતી મુજબ, સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિલ્ક રૂટ પર સિક્કિમના જુલુક જઈ રહ્યું હતું. દરમિયાન વાહન કાબુ બહાર જઈને ઉંડી ખાઈમાં પડી ગયું હતું. ભારતીય સેનાના અધિકારીઓએ ચાર જવાનોના મોતની પુષ્ટિ કરી છે. તમામ મૃતકો પશ્ચિમ બંગાળના બીનાગુરીમાં એક યુનિટના હતા.
જેમાં ડ્રાઈવર સહિત ચારના મોત થયા હતા. મૃતકોમાં ડ્રાઇવર મધ્યપ્રદેશના પ્રદીપ પટેલ, મણિપુરના પીટર, હરિયાણાના નાઈક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે. થનગાપાંડીનો સમાવેશ થાય છે.

